આમચી મુંબઈ

ધરતીપુત્ર નંદિની ફેમ કલાકાર Aman Jaiswal નું અકસ્માતમાં નિધન…

મુંબઈ : ટીવી સિરીયલ “ધરતીપુત્ર નંદિની” ફેમ કલાકાર અમન જયસ્વાલનું(Aman Jaiswal)અકસ્માતમાં અવસાન થયું છે. જેમાં મળતી માહિતી મુજબ અમન ઓડિશન આપવા માટે જઇ રહ્યો હતો ત્યારે જોગેશ્વરી હાઇવે પર તેની બાઇકને અકસ્માત નડયો હતો. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.અમન જયસ્વાલની ઉંમર માત્ર 22 વર્ષની હતી.

આ પણ વાંચો : Saif Ali Khanની હેલ્થને લઈને ડોક્ટરોએ આપી મહત્ત્વની અપડેટ, કહ્યું હજી…

‘પુણ્યશ્લોક અહિલ્યાબાઈ’માં યશવંત રાવનું પાત્ર ભજવ્યુ હતું

ટીવી આર્ટિસ્ટ અમન જયસ્વાલ ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી હતો. તે ધરતીપુત્ર નંદિની’માં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. અમન સોની ટીવીના શો ‘પુણ્યશ્લોક અહિલ્યાબાઈ’માં યશવંત રાવનું પાત્ર ભજવ્યુ હતું . આ શો જાન્યુઆરી 2021 માં શરૂ થયો હતો અને ઓક્ટોબર 2023 માં સમાપ્ત થયો હતો. અમનએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તે રવિ દુબે અને સરગુન મહેતાના શો ‘ઉડારિયાં’નો પણ હિસ્સો હતો. અમનના આકસ્મિક નિધનથી ‘ધરતીપુત્ર નંદિની’ની આખી ટીમ આઘાતમાં છે.

આ પણ વાંચો : શાહરૂખ ખાનને પણ નિશાન બનાવવાની હતી તૈયારી! પોલીસ તપાસ શરૂ

ગિટાર વગાડતા અનેક વીડિયો અપલોડ કર્યા

અમનને બાઇક ચલાવવાનો ખૂબ શોખ હતો.તે બાઇક ચલાવતી વખતે બધા વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતો હતો. અમન એક સારો ગાયક પણ હતો તેણે ગિટાર વગાડતા અનેક વીડિયો અપલોડ કર્યા છે. અમન જયસ્વાલના આકસ્મિક નિધન અંગે પરિવાર તરફથી કોઇ નિવેદન આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button