31 જાન્યુઆરીથી સંસદનું Budget Session,1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે…
નવી દિલ્હી : દેશમાં સંસદનું બજેટ સત્ર(Budget Session)31 જાન્યુઆરીથી પ્રારંભ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ થશે અને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ સત્ર હશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આઠમું બજેટ રજૂ કરશે. આ વખતે પણ નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.
આ પણ વાંચો : ઇડીએ કર્યો ઇન્ટરનેશનલ હવાલા રેકેટનો પર્દાફાર્શ, ક્રિપ્ટો હેર-ફેર કેસમાં જસપ્રીત બગ્ગાની ધરપકડ…
રાષ્ટ્રપતિ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધશે
દેશની અઢારમી લોકસભાનું આ ચોથું સત્ર હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ અગાઉ ગયા વર્ષે યોજાયેલા શિયાળુ સત્રમા હંગામો જોવા મળ્યો હતો. શિયાળુ સત્રના પહેલા ચાર દિવસ માટે ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Delhi Election : ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યું, 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર સહિત કર્યા અનેક વાયદા
આભાર પ્રસ્તાવ પર ચર્ચા 3 ફેબ્રુઆરીથી શરૂ થશે
આ સમયગાળા દરમિયાન, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. સત્ર દરમિયાન દિલ્હી ચૂંટણીના દિવસે 5 ફેબ્રુઆરીએ સંસદમાં કોઈ કાર્યવાહી થશે નહીં. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 3 ફેબ્રુઆરીથી શરૂ થશે.