મહારાષ્ટ્ર

લાડકી બહિણ યોજનાઃ જાન્યુઆરીનો હપ્તો ક્યારે મળશે?, જાણો લેટેસ્ટ અપડેટ

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પહેલા ખાસ્સી ગાજેલી લાડકી બહેન યોજનાનો જાન્યુઆરીનો હપ્તો ક્યારે ખાતામાં જમા થશે અને આ વખતે 1500 રૂપિયા મળશે કે 2100 રૂપિયા એ કુતૂહલ પણ લાભાર્થી બહેનોના દિમાગમાં સળવળાટ કરી રહ્યું છે.

આ સંદર્ભમાં મહિલા અને બાળ વિકાસ ખાતાનાં પ્રધાન અદિતિ તટકરેએ અટકળોનો અંત લાવી સ્પષ્ટતા કરી છે કે લાભાર્થી મહિલાઓને જાન્યુઆરી મહિનાનો હપ્તો 26 જાન્યુઆરી પહેલા મળી જશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાએ 33.7 હજાર કરોડ રૂપિયાની પૂરક માંગણીઓ મંજૂર કરી: લાડકી બહેન યોજના માટે 1.4 હજાર કરોડ રૂપિયા…

વિગતો આપતા અદિતી તટકરેએ જણાવ્યું હતું કે ‘અમે લાડકી બહેન યોજનાના ડિસેમ્બર હપ્તાનું વિતરણ 25 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે કર્યું હતું. જાન્યુઆરી હપ્તાનું વિતરણ 26 જાન્યુઆરી પહેલા કરવામાં આવશે. નાણાં મંત્રાલય તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ પાસેથી નાણાકીય પીઠબળ મળ્યું છે. 26 જાન્યુઆરી આસપાસ 3 થી 4 દિવસમાં મહિલા લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે.’

આ પણ વાંચો: લાડકી બહેન યોજનાનો ફટકો શિક્ષકોને? ડિસેમ્બર મહિનાનો પગાર મોડો થશે

લાડકી બહેનોને 2100 રૂપિયા મળશે કે 1500 રૂપિયા એવો સવાલ મીડિયા પ્રતિનિધિઓ દ્વારા પૂછવામાં આવતા અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે, ‘અમે ભૂતકાળમાં ઘણી વખત આ અંગે સ્પષ્ટતા કરી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ સ્પષ્ટતા કરી છે. નવા બજેટમાં લાડકી બહેનોને 2100 રૂપિયા આપવા માટે સકારાત્મક વિચારણા કરવામાં આવશે. અત્યારે તો 1,500 રૂપિયા જ આપવામાં આવશે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button