લાડકી બહેનનો બોજ: રાહતો પર ખર્ચ ઘટાડવા માટે પેનલની રચના
મહિલાઓ માટે સીધી રોકડ લાભ યોજના અમલીકરણ પછી રાજ્ય આર્થિક સંકટમાં છે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ગંભીર રીતે ખતમ થઈ ગયેલા ખજાના પરનો બોજ ઘટાડવા માટે ચાલુ યોજનાઓ પરના ખર્ચ ઘટાડવાના રસ્તાઓ શોધી રહી છે. તેમણે ચાલુ યોજનાઓનું મૂલ્યાંકન કરવા અને સુવ્યવસ્થિત કરવા માટેની ભલામણો કરવા સાત સભ્યોની એક સમિતિની રચના કરી છે, જે યોજનાઓ અને લાભાર્થીઓનું પુનરાવર્તન, જૂની અને હવે જરૂરી ન હોય તેવી યોજનાઓ અને વિલીન કરી શકાય તેવી યોજનાઓ અંગે અભ્યાસ કરીને ભલામણ કરશે. સમિતિને નાણાકીય સંસાધનો વધારવાના માર્ગોની ભલામણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
લાડકી બહેન યોજનાના અમલ પછી રાજ્ય નાણાકીય સંકટમાં છે, જેના કારણે નાણા વિભાગના અંદાજ મુજબ વાર્ષિક 46,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. જો કે, વર્તમાન પરિસ્થિતિમાં નાણાકીય તંગીને પહોંચી વળવા માટે આવકમાં મોટા સુધારા માટે બહુ અવકાશ નથી. રાજકોષીય સંતુલન પાછું લાવવા માટે રાજ્ય સરકાર તેના ખર્ચ ઘટાડવા અને તેના આવકના સ્ત્રોતોને સુધારવાના માર્ગો શોધી રહી છે.
આ પણ વાંચો: લાડકી બહેન યોજનામાંથી અપાત્ર લાભાર્થીઓ સ્વેચ્છાએ પાછા ખસે, નહીંતર દંડ કરવો જોઈએ: ભુજબળ
નાણા વિભાગે ગુરુવારે નાણા ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન આશિષ જયસ્વાલની અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિની રચના માટે સરકારી ઠરાવ જારી કર્યો હતો. સમિતિમાં મિત્રા (મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન), નાણા વિભાગના એડિશનસ મુખ્ય સચિવ, આયોજન વિભાગના એડિશનલ મુખ્ય સચિવ, ખર્ચ વિભાગના અગ્ર સચિવ, નાણાકીય સુધારા વિભાગના સચિવ અને અન્ય સંબંધિત વિભાગોના સચિવોનો સમાવેશ થાય છે.
આ સમિતિ ‘વિવિધ વિભાગો દ્વારા ચલાવવામાં આવી રહેલી ચાલુ યોજનાઓનું મૂલ્યાંકન કરશે અને લાભાર્થીઓ સુધી સીધો લાભ પહોંચે તે સુનિશ્ર્ચિત કરવા માટે તેમને સુવ્યવસ્થિત કરવાની ભલામણ કરશે (અને) આ સંદર્ભમાં મિત્રા દ્વારા તૈયાર કરાયેલ દરખાસ્તની ચર્ચા કરશે અને તેમની ભલામણો કરશે.’
આ પણ વાંચો: એ લાડકી બહેનોની રકમ ફરીથી સરકારી તિજોરીમાં જમા…..
સમિતિ ‘જૂની યોજનાઓને સુવ્યવસ્થિત કરવાની સાથે જ્યાં લાભાર્થીઓને બે યોજનાઓનો લાભ મળી રહ્યો છે અથવા યોજનાઓના ઉદ્દેશ્યોનું પુનરાવર્તન થઈ રહ્યું છે એવી અને ‘ભંડોળના કાર્યક્ષમ ઉપયોગ અને ઝડપી આર્થિક વિકાસ માટે યોજનાઓ અને સંસ્થાઓને વિલીન કરવાની ભલામણ પણ કરશે,’ સમિતિને કર અને બિન-કર માર્ગોમાંથી તેના આવક સંસાધનોને સુધારવાના માર્ગો ભલામણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
રાજ્યએ પહેલેથી જ લાડકી બહેન યોજના હેઠળ લાભાર્થીઓની યાદીમાં ચકાસણી અને અયોગ્ય લાભાર્થીઓને દૂર કરીને કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. આવકવેરો ભરનારાઓ ઉપરાંત, સરકાર એવા લાભાર્થીઓને પણ બહાર કાઢશે જેઓ સંજય ગાંધી નિરાધાર યોજના (નિરાધાર મહિલાઓ માટે પેન્શન યોજના) જેવી યોજનાઓના લાભાર્થી છે, જેના હેઠળ 2.5 મિલિયનથી વધુ મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા મળે છે.
એક સરકારી યોજનાનો લાભ મેળવતા પરિવારો અન્ય યોજનાઓ માટે પણ અપાત્ર રહેશે. આમ, નમો શેતકરી સન્માન યોજના (કેન્દ્રમાં 2019માં પીએમ-કિસાન સન્માન નિધિ હેઠળ જાહેર કરાયેલ અને રાજ્ય દ્વારા અપનાવવામાં આવેલી રોકડ લાભ)ના લાભાર્થીઓ, જેના હેઠળ 9.4 મિલિયન ખેડૂતોને દર મહિને 1,000 રૂપિયા મળે છે અને અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓ જેના દ્વારા ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા માટે રોકડ લાભ મળે છે, તેઓ પણ લાડકી બહેન યોજના માટે અપાત્ર રહે એવી શક્યતા છે.