કેટ મિડલ્ટન કેન્સરથી સાજી થઈ, Cancerને કઈ રીતે કરશો Cancel…
બ્રિટનની રાજકુમારી કેટ મિડલ્ટન કેન્સરથી સાજી થઈ ત્યારબાદ કેન્સરનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. બ્રિટનની રાજકુમારી કેથરિન સામાન્ય રીતે કેટ મિડલ્ટન (KAT MIDDLETON) તરીકે ઓળખાય છે. કેટ મિડલ્ટન કેન્સરમાંથી પૂર્ણરીતે સ્વસ્થ થઈ ગઈ છે. હોસ્પિટલમાંથી પરત આવ્યા પછી ખુશી વ્યક્ત કરતા કેટ મિડલ્ટને કેન્સરમાંથી સંપૂર્ણ સાજી થઈ હોવાની માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર તેણે લોકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો, જેણે તેને અને તેના પતિ પ્રિન્સ વિલિયમની મદદ કરી હતી. કેટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે દરેકનો આભાર વ્યકત કરતા લખ્યું હતું કે હવે મને રાહત છે કે હું સ્વસ્થ થઈ ગઈ છું અને હું મારી રહેણીકરણી અને ખોરાકનું ખાસ ધ્યાન રાખું છું.
આ પણ વાંચો: શું હળદર, લીમડા, લીંબુ પાણીથી કેન્સર હરાવી શકાય? જાણો ડૉક્ટરોએ શું કહ્યું
કેન્સરમાંથી કઈ રીતે મુક્તિ મળે?
કેન્સરમાંથી મુક્તિ એટલે જ્યારે કેન્સરથી પીડિત વ્યક્તિ ચોક્કસ સમય દરમ્યાન કેન્સરના લક્ષણોથી મુક્ત રહે છે. કેન્સરની સારવાર જેમ કે કિમોથેરેપી અથવા રેડિયેશનની ટ્રીટમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ જ મળી શકે છે મુક્તિ. જોકે, આ સમયગાળામાં કેન્સરના કોષો શરીરમાં રહે છે. પરંતુ તે એક્ટિવ રીતે પણ કોઈ નુકસાન પહોંચાડતા નથી.
જોકે મુક્તિનો અર્થ એવો ન હોવો જોઈએ કે વ્યક્તિ સાજો થઈ ગયો છે અથવા કેન્સરથી (CANCER) પૂર્ણરીતે મુક્ત છે. આનો સીધો અર્થ માત્ર એટલો જ છે કે આ રોગ હાલ પૂરતો કાબૂમાં છે. હાલમાં વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને કોઈ ખાસ સમસ્યા નથી. કેટલાક કેન્સરમાં મુક્તિ એટલે પણ રોગનો ઉથલો મારવાની સંભાવના રહે છે, તેથી દર્દીઓને તેમના ખોરાક અને રહેણીકરણીનું ખાસ ધ્યાન રાખવાની હોય છે.
આ પણ વાંચો: Lifestyle: ફેફસાનું કેન્સર થયું છે કે નહીં, ઘરે બેઠાં આ રીતે કરો ટેસ્ટ
- કેન્સરના શરુઆતના લક્ષણોઃ સર્વાઇકલ કેન્સરના લક્ષણો
જો કોઈ પણ મહિલા કે યુવતી તેના પિરિયડ્સમાં વારંવાર ફેરફાર અનુભવતી હોય તો તેણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે તેની અવગણના ખતરનાક બની શકે છે. સર્વાઇકલ કેન્સરના શરુઆતના લક્ષણો આ પ્રમાણે હોઈ શકે. - કોલોન, પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો
જો બાથરૂમ જવાની આદતોમાં વારંવાર ફેરફાર થતો હોય તો આ કોલોન અને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. - ઓવેરિયન કેન્સર
પેટના ફૂલવા અને સોજા જેવો અનુભવ કે પછી અઠવાડિયામાં એવું વારંવાર થતું હોય તે ઓવેરિયન કેન્સરના શરુઆતી લક્ષણો હોઈ શકે. - બ્રેસ્ટ કેન્સર
મહિલાની બ્રેસ્ટમાં ફેરફાર, ભારેપણું કે રંગમાં ફેરફાર હોય તો બ્રેસ્ટ કેન્સરના લક્ષણો હોઈ શકે - ફેફસાનું કેન્સર
જો કોઈ વ્યક્તિને ખાંસી હોય અને એ લાંબા સમયગાળા સુધી બંધ થતી થતી ના હોય તો તેણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિને સૂકી ઉધરસ હોય તો તે ફેફસાના કેન્સર અથવા ટીબીના લક્ષણ હોઈ શકે છે. - બ્રેઈન ટ્યુમર
જો સતત માથાનો દુખાવો રહેતો હોય અને આ દુખાવો લાંબા સમયથી થઈ રહ્યો હોય તો તે બ્રેઈન ટ્યુમરના લક્ષણો હોઈ શકે છે. - પેટનું કેન્સર અથવા ગળાનું કેન્સર
જો તમને ખોરાક, પાણી અથવા અન્ય કંઈ પણ ગળવામાં તકલીફ અનુભવાતી હોય તો તે પેટ અને ગળાનું કેન્સર હોઈ શકે છે - બ્લડ કેન્સર
જો વ્યક્તિનું શરીર વાદળીપડતું અથવા પેચ દેખાય અથવા ઈજાના નિશાન દેખાય તો તે બ્લડ કેન્સરના શરુઆતના લક્ષણો હોઈ શકે છે.