સ્પેશિયલ ફિચર્સ

હવે 500 રૂપિયાની નોટને લઈને આવી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

હાલમાં જ બજારમાં 100 રૂપિયાની બનાવટી નોટ્સ ફરી રહી હોવાની માહિતી સામે આવી હતી અને હવે 500 રૂપિયાની નોટને લઈને પણ ખૂબ જ મહત્ત્વની માહિતી સામે આવી છે. 500 રૂપિયાની નોટને લઈને પણ સોશિયલ મીડિયા પર જાત જાતની માહિતી આવી રહી છે.

ળતી માહિતી અનુસાર બજારમાં 100 રૂપિયાની જેમ જ 500 રૂપિયાની બનાવટી નોટ પણ ફરી રહી છે. જો ભૂલથી પણ આ 500 રૂપિયાની બનાવટી નોટ ભૂલથી પણ તમારા ખિસ્સામાં આવી ગઈ તો તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

આજે અમે અહીં તમારા માટે 500 રૂપિયાની અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત કઈ રીતે ઓળખી શકો એ માટેની ઉપયોગી માહિતી લઈને આવી રહ્યા છે. બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં 500 રૂપિયાની નોટ ફરી રહી છે. આવો જોઈએ કઈ રીતે તમે ઓળખી શકો છો 500 રૂપિયાની બનાવટી નોટ. સૌથી પહેલાં તો તમારી જાણ માટે અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત જાણવા માટે કેટલીક જરૂરી માહિતી જાણી લેવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : 100 રૂપિયાની નોટને લઈને RBI એ આપી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આ રીતે ચેક કરો નોટ અસલી છે કે નકલી-

  1. ઓરિજનલ નોટ પર 500 રૂપિયાનો લખેલો આંકડો ટ્રાન્સપરન્ટ હશે
  2. આ સિવાય નોટ પર દેવનાગરી અને અંગ્રેજીમાં નોટનું મૂલ્ય લખેલું હશે
  3. આ નોટ પર ખૂબ જ નાના અક્ષરમાં હિંદીમાં ભારત અને અંગ્રેજીમાં ઈન્ડિયા લખેલું હશે
  4. નોટની બરાબર વચ્ચોવચ્ચ જ મહાત્મા ગાંધીજીનો ફોટો છપાયેલો છે
  5. નોટને તમે જ્યારે ત્રાંસી કરીને પ્રકાશમાં જોશો તો તેના પર રહેલું સિક્યોરિટી થ્રેડ લીલા રંગ પરથી બ્લ્યુ રંગનો થઈ જાય છે
  6. નોટની પાછળ જમણી બાજુ પર નોટ છપાઈ એ વર્ષ, સ્વચ્છ ભારતના લોકો સાથેનો નારો પણ છપાયેલો છે
  7. પ્રજ્ઞાચક્ષુ લોકો માટે નોટ પર મહાત્મા ગાંધીની ઉપસેલી તસવીર પણ બનાવવામાં આવી છે અને આ સાથે અશોક સ્તંભનો પ્રતિક પણ બનાવવામાં આવ્યું છે

આ રીતે બચી શકો છો ફ્રોડથી
જો તમે પણ આ પ્રકારની છેતરપિંડીથી બચવા માંગો છો તો શક્ય હોય ત્યાં સુધી પૈસાની લેવડ-દેવડ ઓનલાઈન જ કરો. જો આવું કરું શક્ય ન હોય તો નોટની ઓળખ કરવા માટે યુવી લાઈટ સ્કેનરનો ઉપયોગ પણ કરી શકો છો. આ સિમ્પલ ઉપાયો અજમાવીને તને કોઈ પણ મુશ્કેલીમાં ફસાતા સરળતાથી બચી શકો છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button