મનોરંજન

83 વર્ષેય એવી તે શું મજબૂરી છે કે કામ પર જવું પડે છે Amitabh Bachchanને? ખુદ કર્યો ખુલાસો…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષની વયે પણ એકદમ એનર્જીથી કામ કરી રહ્યા છે. તેમનો ઉત્સાહ અને જુસ્સો જોઈને તો ભલભલા જુવાનિયાઓ પણ શરમાઈ જાય છે. હાલમાં બિગ બી લોકિપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)ને હોસ્ટ કરી રહ્યા છે.

આ શોના પ્રોમો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થતાં હોય છે અને હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ આખરે એવું તે શું કારણ છે કે તેઓ 82-83 વર્ષની વયે કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે એના વિશે વાત કરતા સાંભળવા મળી રહ્યા છે. આવો જોઈએ આખરે શું છે એ કારણ-

આપણ વાંચો: અમિતાભ બચ્ચને કર્યું મહાકુંભમાં સ્નાન? ટ્વીટ જોઈને ફેન્સ અસમંજસમાં, યુઝર્સે કહ્યું…

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન પોતાના કામને લઈને ખૂબ જ સિરિયસ છે એ વાતો તો બધા જ જાણે છે. આ સાથે બિગ બી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ પોતાના ફેન્સ સાથે પ્રોફેશનલ અને પર્સનલ ઈન્ફોર્મેશન શેર કરતાં રહે છે. હાલમાં જ કેબીસીના સેટ પરથી બિગ બીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આખરે તેઓ આટલા વર્ષોથી કેમ કામ કરી રહ્યા છે.

ચેનલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પ્રોમોમાં જોવા મળે છે કે અમારી પણ મજબૂરી છે. નહીં રમીએ, નહીં કમાવીએ તો ઘર કેવી રીતે ચલાવીશું. આવું હોય ને… અમિતાભ બચ્ચનની આ વાત સાંભળીને હાજર દર્શકો અને સ્પર્ધકો પણ હસી પડે છે. આ જોઈને બિગ બી કહે છે કે અરે હસી કેમ રહ્યા છો, આ જ હકીકત છે.

આપણ વાંચો: અમિતાભ બચ્ચનથી લઈને કંગના રનૌત સુધી આ ફિલ્મ સ્ટાર્સે પાઠવી મકરસંક્રાંતિની શુભેચ્છા

82 વર્ષેય બિગ બી બધાને કાંટે ટક્કર આવી રહ્યા છે. આ ઉંમરે પણ તેઓ ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે કેબીસીને પણ હોસ્ટ કરી રહ્યા છે. કેબીસી પર તેઓ અવારનવાર પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચોંકાવનારા ખુલાસા કરતાં રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન દાયકાોથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અભિનય ક્ષમતાથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. તેમણે પોતાના ફિલ્મ કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. લોકો તેમને એન્ગ્રી યંગમેનના નામે પણ ઓળખે છે. અમિતાભ બચ્ચનની છેલ્લી કેટલીક ફિલ્મોની વાત કરીએ તો તેમાં કલ્કી 2898એડી, ઘુમર, ઉંચાઈ, ગુજબાય અને વેટ્ટિયન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button