આપણું ગુજરાત

Gujarat Accident: અકસ્માતની પાંચ ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યા, જાણો વિગતે…

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)સતત થઈ રહેલા રોડ અકસ્માત વચ્ચે આજે રાજ્યમાં અકસ્માતની પાંચ ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે પાંચ લોકોને ઇજા પણ પહોંચી છે. જેમાં કોઇ સ્થળે પૂર ઝડપે ચલાવતી કાર પલટતા તો અન્ય સ્થળે નીલ ગાય રોડ પર આવતા અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઇ શકશે! અમિત શાહે વડનગરથી કરી મોટી જાહેરાત

અમદાવાદ-ઈન્દોર હાઇવે અકસ્માતમાં ચાર લોકોના મોત

જેમાં મોટો અકસ્માત અમદાવાદ-ઈન્દોર હાઇવે પર સર્જાતા ચાર લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ખેડાના સીતાપુર નજીકથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઇવે પર નીલગાય અચાનક રોડ વચ્ચે આવી જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલટી ખાઇ જતાં તેમાં સવાર 4 લોકોના મૃત્યુ થયા હતા.

મહીસાગરના બાલાસિનારના ઓથવાડ ગામના ચાર યુવકો પોતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતાં. આ દરમિયાન વચ્ચે એકાએક નીલગાય આવી જતાં કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર પલટી મારી જતાં ચારેય યુવકના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

ખેડબ્રહ્મા હાઇવે ખાનગી વાહન તેમજ બાઇક વચ્ચે અકસ્માત

જ્યારે બીજો અકસ્માત સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઇવે પર રાત્રિના સમયે ખાનગી વાહન તેમજ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈડર વડાલી હાઈવે રોડ પર જેતપુર પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડી રાત્રે અકસ્માત નડતા બાઈક પર સવાર બેમાંથી એકનું કરુણ મોત થયું છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બીજા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સુરતમાં કાર અકસ્માત સર્જતા એક વિદ્યાર્થિનીનું મોત

સુરતમાં પણ નબીરાએ કાર અકસ્માત સર્જતા એક વિદ્યાર્થિનીનું મોત થયું છે. પૂરઝડપે હંકારવામાં આવી રહેલી કારમાં ચાર વિદ્યાર્થીઓ સવાર હતા.જેમાં કાર પલટી મારતા ચારમાંથી એક વિદ્યાર્થિનીનું મોત થયું હતું. જ્યારે અન્ય 3 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ તમામ વિદ્યાર્થીઓ ઉધનાની સમિતિ શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતા હતા.

શાકભાજી ભરેલો ટ્રક પલટી જતા ટ્રાફિક જામ

રાજયમાં અન્ય એક અકસ્માત વડોદરા હાઇવે પર સર્જાયો હતો. જેમાં શાકભાજી ભરેલો ટ્રક પલટી ગયો હતો. જેના પગલે વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ હતી. તેમજ ટ્રાફિક જામ થયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક જામને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Coldplay કોન્સર્ટને લઈ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, અહીંથી કરી શકાશે બુકિંગ

વ્યારામાં બાઇક ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

જ્યારે અન્ય એક અકસ્માત તાપી જિલ્લાના વ્યારામાં બાઇક ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button