આમચી મુંબઈ

પાકિસ્તાન ક્રિકેટમાં ચાલતી હતી સૈફ અલી ખાનના કાકાની ‘બૉસગીરી’…

પટોડીના વારસદાર હોવાનો દાવો કર્યો, પણ એક પૈસો નહોતો મળ્યો

મુંબઈ: બાન્દ્રામાં બુધવારે મોડી રાત્રે પોતાના ઘરમાં જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઈજા પામેલા બૉલીવૂડ અભિનેતા સૈફ અલી ખાનનો ભારતીય ક્રિકેટ સાથે ખૂબ નજીકનો સંબંધ છે એ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, પરંતુ બહુ ઓછાને ખબર હશે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ભૂતપૂર્વ ચેરમેન શહરયાર ખાનનો સૈફના પરિવાર સાથે નજીકનો સંબંધ છે.

આ પણ વાંચો : SaifAliKhanAttack: હુમલા પહેલાં સૈફ અલી ખાન પાસે એક કરોડની માગણી કરી કરાઈ

શહરયાર ખાન એક્ટર સૈફ અલી ખાનના કાકા છે.

સૈફ અલી ખાન ફિલ્મ કરીઅર માટે જાણીતો છે, પણ તેના પરિવારના મૂળિયા ભારતીય ક્રિકેટમાં ફેલાયેલા છે. સૈફના પિતા મન્સૂર અલી ખાન પટોડી ભારતીય ક્રિકેટ ટીમના મહાન બૅટર અને કેપ્ટન હતા. તેમણે માત્ર 21 વર્ષની ઉંમરમાં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું. સૈફના દાદા ઇંગ્લેન્ડ વતી ક્રિકેટ રમ્યા હતા.

સૈફ તેના દાદા કે પિતાની રાહે નહીં, બલ્કે મમ્મી શર્મિલા ટાગોરના પથ પર ચાલ્યો અને બોલીવૂડમાં ફેમસ થયો.
પાકિસ્તાન સરકારના વિદેશ સચિવ રહી ચૂકેલા શહરયાર ખાન બે વાર પીસીબીના ચેરમેન બન્યા હતા.

સૈફ અલી ખાનના પૂર્વજોનું ઘર મધ્ય પ્રદેશના ભોપાલમાં છે. અંગ્રેજોના રાજમાં તેના દાદા ભોપાલના નવાબ હતા. 1960માં ભોપાલના નવાબનું અવસાન થયું ત્યારે પાકિસ્તાનમાં સ્થાયી થઈ ચૂકેલા શહરયાર ખાન અને એમના ભાઈઓએ સંપત્તિમાં હિસ્સો માગ્યો હતો. જોકે લાંબી કાનૂની લડાઈ બાદ ભારતમાં જ સ્થાયી થયેલા સૈફ અલી ખાનના પરિવારનો અદાલતમાં વિજય થયો હતો. સૈફ અલી ખાનના પરિવારની તરફેણમાં કોર્ટનો ચુકાદો આવ્યો હતો.

બન્યું એવું કે નવાબના નિધન બાદ સંપત્તિના ભાગલા શરિયત કાનૂન મુજબ થવાના હતા. એ મુજબ સૈફ અલી ખાનના મોટા દાદા નવાબ મુહમ્મદ સરવર અલી ખાન જેઓ ભોપાલના નવાબના વારસદાર હતા. સૈફના દાદા ઈફતિખાર અલી ખાન ભાઈઓમાં નાના હતા. એવામાં શરિયત કાનૂન મુજબ મોટા પુત્રને વારસદાર માનવામાં આવે, પરંતુ ભારતમાં સૈફના મમ્મી શર્મિલા ટાગોરે એ ફેંસલાને પડકાર્યો હતો.

શર્મિલા ટાગોરના વકીલે અદાલતમાં દલીલ કરી હતી કે શહરયાર ખાનના મમ્મી એટલે કે મન્સૂર અલી ખાનના કાકી આબિદા સુલતાન જેઓ ભાગલા બાદ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા અને નવાબનું અવસાન 1960ની સાલમાં થયું એટલે બે દેશના ભાગલા પછી તેઓ ભારતમાં કોઈ સંપત્તિનો દાવો કરે તો એ માટે તેમનો કોઈ હક બનતો જ નથી.

આ પણ વાંચો : SaifAliKhan Attack: ‘મુંબઈ’ સલામત નહીં હોવાના નિવેદન મુદ્દે ફડણવીસે આપ્યું મોટું નિવેદન

છેવટે 2019માં આદેશ બહાર પાડવામાં આવ્યો કે સૈફના દાદી એટલે કે મન્સૂર અલી ખાનના માતા સાજિદા સુલતાન સંપત્તિના વારસદાર કહેવાય અને શહરયાર ખાનને ભારતમાં કોઈ જ સંપત્તિ નહીં મળે.
સાજિદા સુલતાન મોહમ્મદ ઈફતિખાર અલી ખાનના બેગમ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button