નેશનલ

ફારુક અબ્દુલ્લાના કાફલાની કાર થ‌ઈ અકસ્માતનો શિકાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર…

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાના કાફલાની કારની અકસ્માત થયો છે. શુક્રવારે બપોરે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દૌસા નજીક આ અકસ્માત થયો હતો. ફારુક અબ્દુલ્લા અજમેર જ‌ઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તેઓ ખવાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહ પર જિયારત કરવા જ‌ઈ રહ્યા હતા.

આ પણ વાંચો : ફારુક અબ્દુલ્લાએ એવું નિવેદન આપ્યું કે પ્રભુ રામ કોઈ એકના નથી પરંતુ બધાના છે

મળતી માહિતી મુજબ ફારુક અબ્દુલ્લાના કાફલામાં સામેલ એસ્કોર્ટ કાર દિલ્હી પોલીસની છે. કારનો અકસ્માત સામે અચાનક નીલ ગાય આવી જવાથી થયો હતો. અકસ્માતને કારણે એસ્કોર્ટ કારને પણ નુકસાન થયું છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે…..

ફારુક અબ્દુલ્લા તેમના કાફલા સાથે અજમેર જવા નીકળ્યા હતા ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર તેમના કાફલાની કાર અચાનક રસ્તા પર આવી ગયેલી નીલ ગાયથી ટકરાઇ ગઇ હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું છે. પણ ફારુક અબ્દુલ્લા સુરક્ષિત છે. તેમને કોઈ ઈજા નથી થ‌ઈ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button