SpaceXનું રોકેટ તૂટી પડ્યું પણ Elon Muskને મજા પડી! X પર વીડિયો શેર કરી આપ્યું આવું રીએક્શન
કેલીફોર્નીયા: અમેરિકન બિલિયોનેર ઈલોન માસ્કની સ્પેસએક્સે (SpaceX) રીયુઝેબલ રોકેટ્સ બનાવીને અવકાશ વિજ્ઞાનમાં ક્રાંતિ સર્જી છે, સ્પેસએક્સ સતત નવા મિશનો લોન્ચ કરતી રહે છે. ગુરુવારે સ્પેસએક્સ સ્ટારશિપ પ્રોટોટાઇપનું એક બૂસ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, લોન્ચની થોડી મિનિટો બાદ બૂસ્ટરમાં ભયાનક વિસ્ફોટ (SpaceX booster exploded)થયો હતો, જેને કાટમાળ મેક્સિકોના અખાતમાં પડ્યો હતો.
જેને કારણે કેટલીક એરલાઈન્સને ફ્લાઈટ્સનો માર્ગ બદલાવની જરૂર પડી હતી. ત્યાર બાદ ઈલોન મસ્કે વિડીયો શેર કરી ચોંકાવનારું રીએક્શન આપ્યું છે.
થોડી મિનિટોમાં જ સંપર્ક તુટ્યો:
દક્ષિણ ટેક્સાસ રોકેટ ફેસેલીટીથી સાંજે 5:38 વાગ્યે EST (2238 GMT) નવા અપગ્રેડ કરેલા સ્ટારશિપે લિફ્ટઓફ કર્યું હતું. જેની આઠ મિનિટ બાદ, સ્પેસએક્સ મિશન કંટ્રોલનો સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો. આ રોકેટ મોક ઉપગ્રહોનો પ્રથમ ટેસ્ટ પેલોડ લઈ રહ્યું હતું.
આપણ વાંચો: સ્પેસમાં ફસાયેલા 4 અવકાશયાત્રીઓ પરત ફર્યા, જાણો સુનિતા વિલિયમ્સ ક્યારે આવશે?
જો કે, સ્પેસએક્સે આ મિશનના પ્રથમ સ્ટેજના બૂસ્ટર સફળ રીતે પાછું મેળવી લીધું હતું, જાયન્ટ મિકેનિકલ અર્મ્સે બૂસ્ટર સફળતા પૂર્વક કેચ કરી લીધું હતું, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વિડીયો:
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં જોવા મળે છે કે હૈતીની રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સ પરના આકાશમાં આગના ગોળા દેખાય છે, જે જમીન તરફ પડી રહ્યા છે અને પાછળ ધુમાડાના ગોટા છોડી રહ્યા છે. આ ક્રેશને કારણે ઈલોન મસ્કના મુખ્ય રોકેટ કાર્યક્રમને ઝટકો લાગ્યો છે.
મસ્કનું રીએક્શન:
જોકે આ મિશન નિષ્ફળ જવાથી સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કને ખાસ ફરક પડ્યો નથી લાગતો. એલોન મસ્કે કાટમાળ પડવાનો વીડિયો શેર કર્યો અને મજાકમાં લખ્યું કે “સફળતાની ખાતરી ના હોય, પણ મનોરંજનની ગેરંટી છે.”
મસ્કે ખૂબ જ ટૂંક સમયમાં નવા લોન્ચની આશા વ્યક્ત કરી છે. તેમણે ભવિષ્યમાં આવી નિષ્ફળતાઓ ટાળવા માટે સ્પેસએક્સ શું પગલા ભરાશે તે અંગે પણ જાણકરી આપી છે. સ્પેસએક્સ શું ખામી રહી ગઈ હતી એ અંગે તપાસ કરશે, પરંતુ પ્રારંભિક સંકેતો મુજબ કે સ્ટારશિપ રોકેટ ઓક્સિજન લીક થવાને તૂટી પડ્યું હતું.
આપણ વાંચો: Video: Space Xની વધુ એક કમાલ! લોન્ચપેડ પર આવી રહેલા બૂસ્ટરને હવામાં જ પકડી પાડ્યું
મસ્કે કહ્યું કે, “હવેથી લીક માટે બે વાર તપાસ કરવા ઉપરાંત, અમે વોલ્યુમમાં ફાયર સપ્રેશન ઉમેરીશું અને કદાચ વેન્ટ એરિયા વધારીશું. આવતા મહિનાનું લોન્ચ સમયસર જ થશે.”
ગયા વર્ષે માર્ચમાં સ્ટારશીપનો અપર સ્ટેજ પણ ક્રેશ થયો હતો, જેનો કાટમાળ હિંદ મહાસાગરમાં પડ્યો હતો.