આપણું ગુજરાત

જામનગરના બીજલકા ગામના સરપંચે ઝેરી દવા પી આપઘાત કરતાં ચકચાર

જામનગરઃ ધ્રોલ તાલુકાના બીજલકા ગામના સરપંચે ઝેરી દવા પીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી.સરપંચ જયસુખભાઈ નરશીભાઈ મૂંગરા (ઉ.વ.47) એ આજે વહેલી સવારે તેમની વાડીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. સરપંચે બીમારીના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. ઘટના અંગે મૃતક સરપંચના નાનાભાઈ ધીરજભાઈ નરશીભાઈએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

Also read: જામનગરના બીજલકા ગામના સરપંચે ઝેરી દવા પી આપઘાત કરતાં ચકચાર

જામનગર-ખંભાળિયા બાયપાસ રોડ પર ગઈકાલે બપોરે બે બાઈક સામસામે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકના ચાલક યુવાનને માથાના ભાગે હેમરેજ થઈ જતાં ગંભીર ઇજા થયા પછી તેનું મૃત્યુ નિપજયું હતું. જામનગરમાં નિલકમલ સોસાયટી પાછળ રહેતો અને એક બ્રાસપાર્ટના કારખાનામાં મજૂરી કામ કરતો વિનોદ કાળુભાઈ પરમાર નામનો 32 વર્ષનો યુવાન ઘેરથી જમીને પરત કારખાને જઈ રહ્યો હતો, તે દરમિયાન ખંભાળીયા બાયપાસ રોડ પર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા બાઈકચાલકે ઠોકર મારી દેતાં બંને બાઈક સામસામે અથડાઈ પડ્યા હતા અને ગોજારો અકસ્માત થયો હતો. જેમાં તેમને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button