સૈફ અલી ખાન હુમલો કેસઃ શંકાસ્પદની પોલીસે કરી અટકાયત
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કરનારાને પોલીસ હજુ સુધી શોધી શકી નથી. તેને પકડવા મુંબઈ પોલીસે 20 ટીમો બનાવી છે. દરેક ટીમને અભિનેતા પર હુમલો કરનારાને શોધવા અલગ અલગ ટાસ્ક આપવામાં આવી છે. આ દરમિયાન પોલીસ દ્વારા એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. તેને બાંદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની પૂછપરછ થશે.
સૈફના ઘરમાં કામ કરતી સ્ટાફ નર્સે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું, હુમલાખોરે પહેલા એક કરોડ રૂપિયા માંગ્યા હતા. કેસની ફરિયાદી એલિયામા ફિલિપે જણાવ્યું, હુમલાખોર સૌથી પહેલા સૈફ-કરીનાના સૌથી નાના પુત્ર જેહના રૂમમાં ઘૂસ્યો હતો. ત્યાં કોણ છે તે હું જોવા ઉઠી તો ખબર પડી કે એક ઓછી હાઇટવાળો વ્યક્તિ ત્યાંથી બહાર આવતો હતો અને જેહ તરફ આગળ વધતો હતો. તેણ મારા પર પણ હુમલો કર્યો હતો. જેમાં મને કાંડામાં ઇજા થઈ હતી. તેણે કહ્યું કે,મને એક કરોડ રૂપિયાની જરૂર છે. જે બાદ તેણે ચીસાચીસ કરતા સૈફ દોડીને ત્ટયાં આવ્યો હતો. ઘૂસણખોરે સૈફ પર પણ હુમલો કર્યો હતો.
સૈફ પર હુમલાને ગઈકાલે દિવસ દરમિયાન અનેક પ્રકારના રિપોર્ટ આવ્યા હતા. પરંતુ પોલીસ મુજબ સૈફ પર હુમલા સમયે ઘરમાં પરિવારના 4 સભ્યો અને 7 હાઉસ સ્ટાફ હાજર હતો સૈફની હાઉસ નર્સે પણ જણાવ્યું કે, હુમલાખોર બાથરૂમમાંથી નીકળ્યા બાદ જહાંગીર બાબાના રૂમ તરફ જઈ રહ્યો હતો.
આ પણ વાંચો…Saif Ali Khan પર હુમલા બાદ કરીના કપૂરની પ્રથમ ભાવુક પોસ્ટ, કહી આ વાત
ગુરુવારે કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું, અમે હજુ બધી વસ્તુ સમજવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આ બધું કેવી રીતે બન્યું તેનું મને હજુ પણ આશ્ચર્ય છે. આ મુશ્કેલ સમયમાં હું મીડિયા અને પાપારાઝીને તેઓ કોઇ પ્રકારની અફવા ના ફેલાવે તેવી વિનંતી કરું છું. આ ઉપરાંત કરીનાએ લખ્યું છે કે , મીડિયા એવું કોઇ કવરેજ ના કરે જ આ સમયે યોગ્ય ના હોય. અમે તમારી ચિંતા અને લાગણીને સમજીએ છીએ. તમે જે રીતે અપડેટ લઈ રહ્યા છો એ અમારી માટે મોટી બાબત છે.