ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અંતે ઇઝરાયેલ ઝૂક્યું! નેતન્યાહૂએ યુદ્ધવિરામને મંજુરી આપી, સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓ મુક્ત થશે

દોહા: છેલ્લા 15 મહિનાથી ગાઝામાં ચાલી રહેલા નરસંહારનો હવે અંત આવશે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં બંધકોને પરત કરવાનો કરાર મંજુર થઇ ગયો (Netanyahu agreed on ceasefire deal) છે. નોંધનીય છે કે ગુરુવારે કતારના દોહામાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે યુદ્ધ વિરામનો કરાર થયો હતો, પરંતુ નેતન્યાહૂએ કહ્યું હતું કે હજુ સુધી કરારને પૂર્ણ થયો નથી. તેમણે હમાસ પર છેલ્લી ઘડીએ કેટલીક શરતોથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ નેતન્યાહૂ સંમત થયા છે.

અહેવાલ મુજબ ઇઝાયેલના વડા પ્રધાન નેતન્યાહૂ યુદ્ધ વિરામ માટે સહમત થયા છે. હવે યુદ્ધ વિરામનો પ્રસ્તાવ કેબિનેટમાં મૂકવામાં આવશે. જો આ યુદ્ધવિરામ અમલમાં આવશે તો મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવામાં તરફ મહત્વનું પગલું સાબિત થશે.

અહેવાલ મુજબ નેતન્યાહૂએ કહ્યું કે તેઓ શુક્રવારે તેમની સરકારની સિક્યોરીટી કાઉન્સિલની બેઠક બોલાવશે અને ત્યારબાદ સમજૂતીને મંજૂરી આપવામાં આવશે.

ઇઝરાયેલને ઝૂકવું પડ્યું!
અહેવાલ મુજબ ઇઝરાયેલે તેના એક નાગરિકના બદલામાં 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા સહમત થયું છે. કેટલાક નિષ્ણાતોના જણાવ્યા મુજબ 15 મહિના સુધી ઘાતક હુમલા છતાં ઇઝરાયેલ હમાસને હરાવી શક્યું નહીં, હવે ઇઝરાયેલ વર્ષોથી તેમની જેલોમાં કેદ પેલેસ્ટિનિયન કેદીઓ મુક્ત કરશે.

ઇઝરાયેલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે:
યુદ્ધવિરામ કરારની શરતો હેઠળ ગાઝામાં હમાસે કેદ રાખેલા 100 બંધકોમાંથી લગભગ 33 લોકોને આગામી અઠવાડિયામાં મુક્ત કરવામાં આવશે. બદલામાં ઇઝરાયેલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. જોકે, બીજા તબક્કામાં હમાસ દ્વારા બંધક ઇઝરાયલી સૈનિકોની મુક્તિનો સમાવેશ થાય છે, જે વધુ પડકારજનક હોઈ શકે છે.

પેલેસ્ટિનિયનો ઘરે પરત ફરશે:
આ કરાર હેઠળ ઇઝરાયેલ વિસ્થાપિત પેલેસ્ટિનિયનોને ગાઝામાં તેમના ઘરોમાં પરત ફરવા મંજુરી આપશે, જો કે આ ઘરો હવે માત્ર ખંડેર બની ગયા છે. જોકે, પેલેસ્ટિનિયનો ઇઝરાયેલના ઇરાદાઓ અંગે શંકા છે.

ઇઝરાયેલમાં નેતન્યાહૂ પર દબાણ:
નેતન્યાહૂ ઘણા સમયથી બંધકોના પરિવારો તરફથી દબાણનો સામનો કરી રહ્યા હતાં. ઓક્ટોબર 2023 માં હમાસે ઇઝરાયેલની સરહદ પાર કરીને હુમલો કર્યો હતો જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 ઇઝરાયલીઓને બંધક બનાવ્યા હતા. બંધકોના પરિવારો સતત તેમના પ્રિયજનોને પરત લાવવા અપીલ નેતન્યાહૂ સરકારને અપીલ કરી રહ્યા હતાં.

ઇઝરાયેલ ના સુધર્યું!
ગુરુવારે યુદ્ધવિરામ કરારની જાહેરાત છતાં, ઇઝરાયેલે ગાઝા પર ઈર સ્ટ્રાઈક કરીને લગભગ 72 પેલેસ્ટિનિયન નાગરીકોની હત્યા કરી. ગાઝાની સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો…એક તરફ યુદ્ધવિરામની જાહેરાત; બીજી તરફ ઇઝરાયલનો રોકેટમારો, 32 પેલેસ્ટીનિયનના મોત

યુદ્ધવિરામ કરારના મુખ્ય મુદ્દા:

  • શરૂઆતમાં યુદ્ધવિરામ 6 અઠવાડિયા માટે રહેશે. આ સમય દરમિયાન ઇઝરાયલી દળો મધ્ય ગાઝાથી પાછા ફરશે. આ ઉપરાંત, પેલેસ્ટિનિયનો ઉત્તરી ગાઝામાં પરત ફરવા મંજુરી આપવામાં આવશે
  • આ કરાર હેઠળ, માનવતાવાદી સહાય સાથે 600 ટ્રકોને ગાઝામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આમાંથી 50 ટ્રકમાં ઇંધણ હશે.
  • હમાસ પાસે હજુ પણ ઇઝારયેલના 33 લોકો બંધક બનાવ્યા છે. આમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. હમાસનું કહેવું છે કે તે યુદ્ધવિરામ કરાર હેઠળ દર અઠવાડિયે ત્રણ લોકોને મુક્ત કરશે.
  • ઇઝરાયલે તેના એક નાગરિકના બદલામાં 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા સંમતિ આપી છે. ઇઝરાયલ એક અઠવાડિયામાં 90 પેલેસ્ટિનિયનોને મુક્ત કરશે.
  • યુદ્ધવિરામના બીજા તબક્કાની વાતચીત પ્રથમ રાઉન્ડના 16મા દિવસ પછી શરૂ થશે. આનાથી નક્કી થશે કે વધેલા લોકોને કેવી રીતે છોડવામાં આવે. હમાસ કહે છે કે તે બધા બંધકોને ત્યારે જ મુક્ત કરશે જ્યારે દરેક ઇઝરાયલી સૈનિક ગાઝા છોડી દેશે.
  • ત્રીજા તબક્કામાં બધા મૃતદેહો પણ પરત કરવામાં આવશે. આ ઉપરાંત ગાઝામાં પુનર્નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ રીતે યુદ્ધવિરામ કરાર ત્રણ તબક્કામાં પૂર્ણ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button