મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે (Indian stock market opening) થઇ. શરૂઆતના ટ્રેડીંગમાં બોમ્બે સ્ટોક એક્ષચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) 485 પોઈન્ટ ઘટીને 76,557.79 પર આવી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી (NSE NIFTY) 144.75 પોઈન્ટ ઘટીને 23,167.05 પોઈન્ટ પર આવી ગયો. આ ઉપરાંત, શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 5 પૈસા વધીને 86.56 પર પહોંચ્યો છે.
શરૂઆતના કારોબારમાં, સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર ગ્રીન ઝોનમાં અને 17 રેડ ઝોનમાં ટ્રેડ થઇ રહ્યા હતાં. નિફ્ટી 50ના શેરોમાંથી 23 શેર ગ્રીન સિગ્નલ અને 22 રેડ સિગ્નલમાં ખુલ્યા જ્યારે 5 શેર કોઈ ફેરફાર વિના ટ્રેડ થયા હતાં.
રોકાણકારો FMCG તરફ વળ્યા:
IT સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસ જેવા શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બેંકિંગ ક્ષેત્રમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે. આ વેચવાલી વાતાવરણમાં, રોકાણકારો ફરીથી FMCG ક્ષેત્ર તરફ વળ્યા.
Also read :Stock Breaking: સેન્સેક્સમાં 1400 પોઇન્ટ સુધીનો કડાકો, 8 લાખ કરોડનું ધોવાણ
ટોપ ગેઈનર અને લૂઝર:
નિફ્ટી 50માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તો ગેઈનર રહ્યો, જેના શેરમાં 2.75% નો વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપર્નત હિન્ડાલ્કો, કોલ ઈન્ડિયા, એલ એન્ડ ટી, બીપીસીએલ જેવા શેરોમાં પણ વધારો નોંધાયો છે. નિફ્ટી 50 ના ટોપ લૂઝર્સમાં ઇન્ફોસિસ, એક્સિસ બેંક, એચસીએલ ટેક, ટીસીએસ અને ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે. ગઈ કાલે ગુરુવારે યુએસ શેરબજારમાં ઘટાડા સાથે બંધ થયું હતું.