અમદાવાદ

Gujarat માં પોલીસ તંત્ર એકશનમાં, ચાલુ નોકરીએ વિદેશ ગયેલા ચાર પોલીસકર્મી સસ્પેન્ડ…

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)હાલમાં જ ચાલુ ફરજે વિદેશ ગયેલા સરકારી શિક્ષકો સામે સરકાર એક્શનમાં આવી હતી. ત્યારે હવે  વિદેશ પ્રવાસે ગયેલા ચાર પોલીસ કર્મીઓને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કર્યા હતાં અને 9 પોલીસ કર્મીઓ સામે ખાતાકિય તપાસના આદેશ આપ્યા હતાં. આ કાર્યવાહીથી સમગ્ર પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આ પણ વાંચો : Gujarat એસ.ટી. નિગમની લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન સફળ, મુસાફરો માટે ઉપયોગી

ખાતાકીય કાર્યવાહીના આદેશ આપ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયના રિપોર્ટ બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસે ઉપડી ગયેલા હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી), મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર)ને સસ્પેન્ડ કરવા તેમજ 9 પોલીસકર્મી વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહીના આદેશ આપ્યા હતાં.

ફરિયાદો ડીજીપી અને પોલીસ કમિશનરને મળી હતી

તાજેતરમાં અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં 13 પોલીસ કર્મચારીઓ પોતે જ્યાં નોકરી કરતાં હોય તે સિવાયના પોલીસ સ્ટેશનોમાં પણ પીઆઈ, એસીપી કે ડીસીપી કક્ષાના અધિકારીઓ માટે કે તેમના નામે ઉઘરાણા કરવાની પ્રવૃત્તિ કરતાં હોવાની ફરિયાદો ડીજીપી અને પોલીસ કમિશનરને મળી હતી.

આ પણ વાંચો : ગુજરાત પોલીસની નવી પહેલ, પોલીસ સ્ટેશનમાં એક જ છત નીચે મળશે આ 4 સેવા

 રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંગે પ્રાથમિક તપાસમાં પોલીસ સ્ટેશન ચલાવવા માટે કરવા પડતાં સત્તાવાર સિવાયના ખર્ચા કાઢવા માટે કાર્યરત રહેતાં પોલીસ કર્મચારી એટલે કે વહીવટદારો મેળાપીપણું રચીને તોડબાજી કરતાં હોવાનું જણાયું હતું. ત્યાર બાદ તેમની બદલી કરવામાં આવી હતી. જેથી ત્રણ કર્મચારીઓએ પોલીસવડા વિકાસ સહાય સામે બાંયો ચઢાવી ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. આ જિલ્લાઓમાં બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓની તપાસ ડીજીપી વિકાસ સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી હતી. તેમના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button