Sunita Williams એ અવકાશમાં કરી કમાલ, આઠમી વાર સ્પેસ વોક કરી…
નવી દિલ્હી : લાંબા સમયથી અવકાશમાં ફસાયેલી ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સએ(Sunita Williams)અવકાશમાં વધુ એક કમાલ કરી છે. સુનીતા વિલિયમ્સે અને નિક હેગે વર્ષ 2025ની પ્રથમ સ્પેસ વોક કરી છે. આ સુનીતા વિલિયમ્સની આઠમી સ્પેસ વોક હતી. નાસાના જણાવ્યા અનુસાર સુનિતાએ 12 વર્ષ પછી આ સ્પેશવોક કર્યું છે.
આ પણ વાંચો : ISROએ અંતરિક્ષમાં ઉગાડ્યા બીજ; પહેલા જ પ્રયાસે મળી સફળતા
સુનિતા વિલિયમ્સે રેડિયો પર કહ્યું, હું બહાર આવી રહી છું
બંને અમેરિકન અવકાશયાત્રીઓએ ભારતીય સમય મુજબ સાંજે લગભગ 6.30 વાગ્યે સાત મહિના પછી પ્રથમ વખત સ્પેસવોક કર્યું. આ બંને અવકાશયાત્રીઓ સાત મહિના પહેલા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકે પહોંચ્યા હતા. આ સ્પેસ સ્ટેશનના કમાન્ડર સુનિતા વિલિયમ્સને નિક હેગ સાથે મળીને રિપેરિંગ માટે સ્પેસ સ્ટેશનની બહાર જવું પડ્યું હતું. પૃથ્વીની પરિક્રમા કરતી પ્રયોગશાળા તુર્કમેનિસ્તાનથી 260 માઇલ ઉપર ભ્રમણકક્ષામાં હતી ત્યારે બંને અવકાશયાત્રીઓ અવકાશ સ્ટેશનમાંથી બહાર આવ્યા હતા. જ્યારે સુનિતા વિલિયમ્સે રેડિયો પર કહ્યું, હું બહાર આવી રહી છું.
સ્પેસ વોક કોને કહેવાય ?
સ્પેસવોક એને કહેવામાં આવે છે જેમાં સ્પેશ સ્ટેશનમાં રહેલા અવકાશયાત્રી સ્પેશ સ્ટેશનની બહાર આવીને રિપેરીંગ કરવા માટે જાય છે. હાલ, સુનિતા વિલિયમ્સ અને નિક હેગે નાસાના NICER એક્સ-રે ટેલિસ્કોપનું સમારકામ કર્યું છે. આ ઉપરત CanDorm2 રોબોટિક આર્મને પણ અપડેટ કરશે.
આ પણ વાંચો : નાસાના પાર્કરે રચ્યો ઈતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનારું બન્યું પ્રથમ સ્પેસક્રાફ્ટ
એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં પરત ફરે તેવી શક્યતા
ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ગત વર્ષે 5 જૂને અવકાશ મથક પર પહોંચ્યા હતા અને તેઓ એક અઠવાડિયા પછી પૃથ્વી પર પરત ફરવાના હતા, પરંતુ સ્ટારલાઇનર કેપ્સ્યુલ વાહનમાં ખામી સર્જાતા બંને છેલ્લા સાત મહિનાથી સ્પેશ સ્ટેશનમાં અટવાયા છે. સુનિતા વિલિયમ્સ અને તેના સ્પેસ પાર્ટનર બૂચ વિલ્મોર માર્ચના અંત અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં પૃથ્વી પર પરત ફરે તેવી શક્યતા છે.