મહારાષ્ટ્ર

ગોંદિયામાં હેડ કોન્સ્ટેબલે ભર્યું અંતિમ પગલુંઃ પોલીસ આલમમાં ખળભળાટ

ગોંદિયા: મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં કોન્સ્ટેબલે એકે-47 રાઇફલથી લમણે ગોળી મારીને આત્મહત્યા કરી કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ હેડ કોન્સ્ટેબલ જયરામ કારુ પોરીટ્ટી તરીકે થઇ હતી, જે અર્જુની મોરગાંવ તહેસીલમાં ધાબેપાઓનીની આર્મ્ડ આઉટ પોસ્ટ (એઓપી) સાથે જોડાયેલો હતો. આ બનાવ પછી પોલીસ પ્રશાસનમાં પણ ખળભળાટ મચી ગયો હતો.

આ પણ વાંચો: નાશિકમાં ઝવેરી, તેના પુત્રએ ઝેર ગટગટાવી આયખું ટૂંકાવ્યું: દેવાને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની શંકા

જયરામ છેલ્લાં 20 વર્ષથી ફોર્સમાં હતો. તે દેવરી તહેસીલના શંભુતોલા/કડીકાસાનો વતની હતો અને જયરામ ભરેલા અંતિમ પગલાંની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી. જયરામે કરેલી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, એમ સબ-ડિવિઝલન ઓફિસર વિવેક પાટીલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: મોબાઈલની આદત બની જીવેલણઃ સુરતમાં માતાપિતાએ ઠપકો આપતા 18 વર્ષની દીકરીએ ભર્યું અંતિમ પગલું

પોલીસે કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે ઘટનાસ્થળના સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ અધિકારીએ કહ્યું હતું કે નોકરી યા અન્ય બાબતને લઈ તણાવ હતો કે નહીં એની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય એંગલની પણ તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે ટૂંક સમયમાં એના અંગે ખુલાસા કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button