નેશનલ

ખેડૂતો ફરી સરકારની ઊંઘ હરામ કરશેઃ મંગળવારે 101 ખેડૂતોનું જૂથ કરશે ‘દિલ્હી કૂચ’

ચંદીગઢઃ પાક માટેના લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે કેન્દ્ર સરકાર સામે ખેડૂતોના વિવિધ સંગઠનો વિરોધો કરી રહ્યા છે ત્યારે પ્રસ્તાવિત પેન્ડિંગ માગણીઓને પૂરી કરવા માટે આગામી મંગળવારે ખેડૂતો દિલ્હી કૂચ કરશે.

ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે આજે જણાવ્યું હતું કે 101 ખેડૂતોનું એક જૂથ 21 જાન્યુઆરીએ શંભુ બોર્ડર પરથી દિલ્હી માટે પોતાનું માર્ચ ફરી કૂચ કરશે, જેથી સરકાર પર પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરન્ટી સહિતની માંગોનો સ્વીકાર કરવા માટે દબાણ ઊભું કરી શકાય.

આપણ વાંચો: ‘પેપર લીક એક ધંધો બની ગયો છે’ ખેડૂતો બાદ ઉપરાષ્ટ્રપતિનું વધુ એક મોટું નિવેદન

અગાઉ 101 ખેડૂતોના એક જૂથે ગયા વર્ષે 6 ડિસેમ્બર, 8 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના રોજ શંભુ બોર્ડરથી દિલ્હી તરફ પગપાળા કૂચ કરવાના ત્રણ પ્રયાસો કર્યા હતા. તેમને હરિયાણામાં સુરક્ષા કર્મચારીઓ દ્વારા આગળ વધવા દેવામાં આવ્યા નહોતા.

આજે ઉપવાસનો બાવનમો દિવસ

પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી તેના એક દિવસ પહેલા 111 ખેડૂતોના એક જૂથે બુધવારે આમરણાંત ઉપવાસ પર બેસેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ સાથે એકતા દર્શાવવા માટે ખનૌરી નજીક હરિયાણા તરફ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. આજે ડલ્લેવાલના આમરણાંત ઉપવાસનો 52મો દિવસ છે.

101 ખેડૂતનું જૂથ દિલ્હી કૂચ કરશે

પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ સરહદ પર આજે પત્રકારો સાથે વાત કરતા કિસાન મજૂર મોરચાના નેતા પંધેરે છેલ્લા 11 મહિનાથી શંભુ અને ખનૌરીમાં પડાવ નાખી રહેલા ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારવા બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે “બંને મંચો (એસકેએમ-બિન-રાજકીય, કેએમએમ)એ આજે નિર્ણય લીધો છે કે 101 ખેડૂતનું જૂથ 21 જાન્યુઆરીએ શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ ફરી શરૂ કરશે.

આપણ વાંચો: Farmers Protest : સુપ્રીમ કોર્ટની પેનલ કરશે ખેડૂતો સાથે વાતચીત, જગજીત સિંહ દલ્લેવાલ મુદ્દે આજે સુનાવણી…

માગણીઓ પૂરી થાય નહીં ત્યાં સુધી પાછળ નહીં હટે

અમે જોયું છે અને અમને પણ લાગે છે કે સરકાર કોઈ વાતચીત માટે તૈયાર નથી. બંને મંચે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે 15 જાન્યુઆરીના રોજ 111 ખેડૂતોના એક જૂથે તેમના નેતા ડલ્લેવાલ સાથે એકતા દર્શાવવા માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા અને તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાછળ નહી હટવાની પ્રતિજ્ઞા લીધી હતી.

સરહદની બાજુમાં સુરક્ષા વધારી

હરિયાણા પોલીસે સરહદની પોતાની બાજુમાં સુરક્ષા વધારી દીધી છે. તેણે પહેલાથી જ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 લાગુ કરી દીધી છે, જે પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button