નવી મુંબઈના ગોળીબારના કેસમાં બીજો આરોપી પકડાયો
થાણે: નવી મુંબઈમાં કચરો એકઠો કરતી એજન્સીના કોન્ટ્રેક્ટર પર ગોળીબારના કેસમાં સંડોવાયેલા 44 વર્ષના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
આરોપીની ઓળખ ઇમરાન મુન્ના કુરેશી તરીકે થઇ હોઇ પુણેથી 13 જાન્યુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં અગાઉ સંતોષ ઉત્તમ ગવળી (38)ની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
નવી મુંબઈના સાનપાડા વિસ્તારમાં 3 જાન્યુઆરીએ રાજારામ થોકે તેની કારમાં બેઠો હતો ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે આરોપીએ તેના પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં રાજારામને ગંભીર ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો : આજે નવી મુંબઈ જવાનો વિચાર હોય તો પહેલા આ વાંચી લો, નહીંતર…
આરોપી ઇમરાન કુરેશી વિરુદ્ધ આઠ ગુના, જ્યારે ગવળી વિરુદ્ધ હત્યા સહિત ત્રણ ગુના નોંધાયેલા છે. રાજારામ પર ગોળીબાર માટે વપરાયેલી રિવોલ્વર અને મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)