Tata Mumbai Marathon: રેલવે દોડાવશે ‘સ્પેશિયલ’ ટ્રેન, જાણો કેટલી હશે સર્વિસ?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈમાં યોજાનારી ટાટા મુંબઈ મેરેથોન (Tata Mumbai Marathon) માટે મુંબઈ સબર્બન રેલવેમાં સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. મેરેથોનમાં ભાગ લેનારા તથા અન્ય અન્ય રસિકો માટે ત્રણેય લાઈનમાં વિશેષ લોકલ ટ્રેન દોડાવવામાં આવશે.
19મી જાન્યુઆરીના રવિવારે મુંબઈમાં ટાટા મેરેથોન યોજવામાં આવશે. આ મેરેથોનમાં ભાગ લેનારા રનર્સ અને અન્ય લોકોની સુવિધા માટે પશ્ચિમ અને મધ્ય રેલવેએ વિશેષ ઈએમયુ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવેમાં ત્રણ અને મધ્ય રેલવેમાં હાર્બર અને મેઈન લાઈનમાં એક-એક ટ્રેન દોડાવવામાં આવશે.
આપણ વાંચો: બોલો, મુંબઈ મેરેથોનમાં થઈ હતી આની ચોરી, પોલીસે છ જણની કરી ધરપકડ
Western Railwayમાં કેટલી દોડાવાશે?
આ અંગે પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે મુંબઈ ડિવિઝનમાંથી ત્રણ વિશેષ ટ્રેનની સર્વિસ દોડાવવામાં આવશે. વિરારથી વહેલી સવારના 2.15 વાગ્યા ચર્ચગેટ માટે રવાના થશે.
ત્યાર બાદ બોરીવલીથી ચર્ચગેટની વહેલી સવારના 3.05 વાગ્યે ટ્રેન હશે. આ ઉપરાંત, ચર્ચગેટથી વહેરી સવારના ત્રણ વાગ્યે બાંદ્રા માટેની ટ્રેન હશે. આ ટ્રેન ત્રણ વાગ્યે ઉપડીને 3.34 વાગ્યે પહોંચશે.
Central Railwayમાં કેટલી સર્વિસ હશે?
સેન્ટ્રલ રેલવેમાં મેઈન અને હાર્બર લાઈનમાં વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. કલ્યાણથી સીએસએમટીથી વચ્ચે વહેલી સવારના ત્રણ વાગ્યે રવાના કરવામાં આવશે. આ ટ્રેન સાડાત્રણ વાગ્યે પહોંચશે.
એ જ રીતે હાર્બર લાઈનમાં પનવેલથી સીએસએમટી માટે વિશેષ ટ્રેન હશે. વહેલી સવારના 3.10 વાગ્યે પનવેલથી સીએસએમટી માટે રવાના થશે, જે ટ્રેન સાડાત્રણ વાગ્યે સીએસએમટી પહોંચશે.
19મી જાન્યુઆરીના રવિવારે યોજાનારી ટાટા મેરેથોન ભારતની જાણીતી ઈવેન્ટ્સ પૈકીની એક છે. આ વર્ષે 20મી આવૃત્તિ છે, જેમાં ફુલ મેરેથોન (42.195 કિલોમીટર), હાફ મેરેથોન (21 કિલોમીટર), ડ્રીમ રન, સિનિયર સિટીઝન્સ રન (4.2 કિલોમીટર) અને ચેમ્પિયન્સ વિથ ડિસએબિલિટી (1.3 કિલોમીટર)નો સમાવેશ થાય છે.