Saif Ali Khan પર હુમલો થયો એ સમયે Kareena Kapoor એ પહેલાં કોને ફોન કર્યો?
મુંબઈઃ બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગઈકાલે રાતે જીવલેણ હુમલો થયો હતો અને એક્ટર હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ સમાચાર સામે આવતા જ એવા સવાલ ઉઠી રહ્યા હતા કે આ હુમલા સમયે કરિના કપૂર ક્યાં હતી અને શું કરી રહી હતી? દરમિયાન સોશિયલ મીડિયા પર ઘટના બાદનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ ફરી મુંબઈ અને બોલીવૂડ હસ્તીઓની સુરક્ષા પર સવાલ
જેમાં કરિના દુર્ઘટના બાદ કોઈ સાથે ફોન લગાવતી જોવા મળી રહી છે. હવે આવી સ્થિતિમાં સવાલ એ છે કે આખરે કરિનાએ કોને ફોન લગાવ્યો હતો? ચાલો તમને આ વિશે જણાવીએ-
મળતી માહિતી પ્રમાણે સૈફ પર થયેલાં જીવલેણ હુમલાને કારણે કરિના કપૂર-ખાન ખૂબ જ ગભરાઈ ગઈ હતી. પંતુ કરિના એ સૌથી પહેલો ફોન સૈફ અલી ખાનના મોટા દીકરા ઈબ્રાહિમ અલી ખાનને કર્યો હતો અને ત્યાર બાદ તેણે નણંદ સોહા અલી ખાન અને કુણાલ ખેમુને પણ ફોન કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈબ્રાહિમ અલી ખાન આ ઘટનાની જાણ થતાં જ ઓટો લઈને બિલ્ડિંગની નીચે પહોંચી ગયો હતો. હુમલા સમયે ઘરે કોઈ ડ્રાઈવર હાજર નહોતા એટલે ઈબ્રાહિમ પિતા સૈફને ઓટોમાં લઈને હોસ્પિટલમાં પહોંચ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસે બે કલાકની સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે અને એમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા છે. એક આરોપીની ઓળખ થઈ ચૂકી છે અને તેનો ફોટો પણ સામે આવ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર બાજુમાં રહેલી બિલ્ડિંગમાંથી આરોપી સૈફ અલી ખાનની બિલ્ડિંગમાં પ્રવેશ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં આરોપી કૂદીને સૈફની બિલ્ડિંગમાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : દીકરો ઈબ્રાહીમ હૉસ્પિટલ પહોંચ્યો, બોલીવૂડ અને ફેન્સ શૉક્ડ
અત્રે ઉલ્લેખનીય છે કે સૈફ પર હુમલો કરનારા આરોપી સામે બીએનએસની ધારા 109 હેઠળ હત્યાના પ્રયાનો કેસ બાંદ્રા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં સૈફ અલી ખાનની તબિયત સ્થિર હોવાની માહિતી એક્ટરની ટીમ અને હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.