SaifAliKhan Attack: સૈફ પર ચાકુથી હુમલો કરનારા તસવીર વાઈરલ
મુંબઈઃ બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન પર તેના ઘરમાં ઘૂસીને હુમલો કરનારાની ઓળખ કરવામાં આવી છે અને મુંબઈ પોલીસે હુમલાખોરનો ફોટો જારી કર્યો છે. આરોપી મોડી રાતના બાંદ્રા સ્થિત ગુરુ શરણ એપાર્ટમેન્ટના બારમા માળે ઘરમાં ઘૂસીને ચોરી કરવાના ઈરાદે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ ફરી મુંબઈ અને બોલીવૂડ હસ્તીઓની સુરક્ષા પર સવાલ
મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર સૈફ ખાન પર હુમલો કરનારા બિલ્ડિંગના છઠ્ઠા માળે જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તે સીડીઓ ઉતરતા જોવા મળ્યો હતો ફૂટેજમાં આરોપીનો ચહેરો પણ સ્પષ્ટ જોવા મળ્યો છે. શંકાસ્પદ હુમલાખોરને ઓળખ કરવામાં આવી છે, જે તકનો લાભ ઉઠાવીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. તેની શોધખોળ માટે પોલીસ દસ ટીમ બનાવી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: તો શું સૈફ અલી ખાનના ઘરમાં જ છુપાયો હતો ચોર!
બાંદ્રા સ્થિત ઘરમાં રાતના અઢી વાગ્યાના સુમારે બાળકો સાથે રહેનારા સૈફ અલી ખાન પર હુમલો થયો હતો, જ્યારે ઘરના સ્ટાફે તેને જોઈ ત્યારે બૂમાબૂમ કરી મૂકી હતી. ત્યારબાદ સૈફ અલી ખાન રુમમાં ધસી જઈને તેનો પ્રતિકાર કર્યો હતો. બંને વચ્ચેની હિંસક મારામારીમાં 54 વર્ષના અભિનેતાને ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં તેની હાલત સ્થિર છે, એમ હોસ્પિટલના ડોક્ટરે પણ જણાવ્યું હતું.