Delhi Election : ભાજપે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું, જાણો કોને કયાથી ટિકિટ મળી
નવી દિલ્હી: દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણીના(Delhi Election)પગલે રાજકીય પક્ષો સક્રિય થયા છે. રાજકીય પક્ષોએ હવે ઉમેદવારોની યાદી જાહેર કરવાની શરૂઆત કરી છે. જેમાં ભાજપે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેના 9 ઉમેદવારના નામની જાહેરાત કરી છે.
ભાજપે જાહેર કરેલી યાદીમાં ગ્રેટર કૈલાશથી શિખા રાય, બાવાનાથી રવિન્દ્ર અને દિલ્હી કેન્ટથી ભુવન તંવરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે કુલ 68 ઉમેદવારોની જાહેરાત કરી છે. દિલ્હી વિધાનસભાની 70 માંથી બે બેઠક સાથી પક્ષ માટે છોડી છે. જોકે, કોંગ્રેસે બે બેઠકો પર તેના ઉમેદવારોના નામ જાહેર કરીને 70 બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે.
આપણ વાંચો: Delhi Election : કોંગ્રેસે યુવા મતદારોને આકર્ષવા જાહેર કરી યુવા ઉડાન યોજના, જાણો વિગતે…
ભાજપે જાહેર કરેલા નવ ઉમેદવારો
ગ્રેટર કૈલાશ – શિખા રાય
બાવાના – રવિન્દ્ર કુમાર
દિલ્હી કેન્ટ – ભુવન તંવર
વઝીરપુર- પૂનમ શર્મા
સંગમ વિહાર – ચંદન કુમાર ચૌધરી
ત્રિલોકપુરી – રવિકાંત ઉજ્જૈન
શાહદરા -સંજય ગોયલ
બાબરપુર – અનિલ વશિષ્ઠ
ગોકલપુર – પ્રવીણ નિમેશ
ઉમેદવારોમાં યુવા અને નવા ચહેરાને સ્થાન
ઉલ્લેખનીય છે, ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં યુવા અને નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ દિલ્હીની જંગ આમ આદમી પાર્ટી સાથે જીતવા ભાજપે કેટલાક ભૂતપૂર્વ સાંસદોને પણ ટિકિટ આપી છે.
આપણ વાંચો: Delhi Election 2025 : BJP-AAPનું પોસ્ટર વોર; ગાલીબાજ CM ચહેરા Vs આપ-દા-એ-આઝમ
ભાજપે પ્રચારમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ ભ્રષ્ટાચાર યુક્ત પાર્ટી તરીકે ચિતરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. જેમાં હાલમાં કેજરીવાલના શીશ મહેલનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
Delhi Election, Assembly Election, Election 2025,AAP,BJP,
Candidate List, Youth, Shikha Rai, Poonam Sharma
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ એક તબક્કામાં મતદાન યોજાશે. જેના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. તેમજ ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કુલ 1.55 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 83,49,645 પુરુષો, 71,73,952 મહિલાઓ અને 1261 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.