Bullet Train: હવે હાઈ સ્પીડ ટ્રેનનો ટ્રાયલ ક્યાં હાથ ધરાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ભારતીય રેલવેની લોકપ્રિય ટ્રેન પૈકી વંદે ભારત પછી વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ ટ્રેનને દોડાવવાની યોજના હાથ ધરવામાં આવી રહી છે. મુંબઈમાં પહેલી વખત સ્લીપર ટ્રેનનો ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા પછી હવે બુલેટ ટ્રેન માટે રેલવે પ્રધાને મહત્ત્વની માહિતી આપી છે. દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન યોજનાનું કામ ઝડપથી હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બુલેટ ટ્રેનના કોરિડોરમાં ઈલેક્ટ્રિફિકેશનનું કામકાજ શરુ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બુલેટ ટ્રેન માટે વડા પ્રધાન મોદીએ આપ્યું મોટું નિવેદન, હવે એ સમય દૂર નથી કે
ગુજરાતના સુરત-બિલિમોરા બુલેટ ટ્રેનના સ્ટેશનની વચ્ચે જમીનથી 14 મીટરની ઊંચાઈ પર વાયડક્ટ પર પહેલા સ્ટીલ માસ્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યો છે. કુલ મળીને કોરિડોરમાં 9.5થી 14.5 મીટરની ઊંચાઈવાળા 20,000થી વધુ માસ્ટ લગાવવામાં આવશે. આ બાબત અંગે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી હતી.
આ પણ વાંચો: બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ મણિનગર સ્ટેશન નજીકનો 100 મીટરનો રોડ 3 મહિના માટે બંધ
બુલેટ ટ્રેનનો ટ્રાયલ ક્યાં થશે?
બુલેટ ટ્રેનનો પહેલો ટ્રાયલ સુરત અને બિલિમોરા વચ્ચે હાથ ધરવામાં આવશે. કોરિડોરના ઈલેક્ટ્રિફિકેશન વર્કને સ્ટાર્ટ કરવાનું સિગ્નલ મળી ગયું છે. બુલેટ ટ્રેન કોરિડોર પર ઈલેક્ટ્રિફિકેશનનું કામકાજ શરુ કરવામાં આવ્યું હોવાની જાણકારી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આપી હતી.
મેક ઇન ઈન્ડિયાને પ્રોત્સાહન
બુલેટ ટ્રેનના કોરિડોર માટે લગાવવામાં આવનારા ઓવરહેડ ઈલેક્ટ્રિકલ ઈક્વિપમેન્ટ (ઓએચઈ) સિસ્ટમ માટે સપોર્ટ કરશે, જેમાં ઓવરહેડ વયાર, અર્થિગં સિસ્ટમ, ફિટિંગ અને અન્ય સંબંધિત ઉપકરણમાં સામેલ કરવામાં આવ્યા છે. બુલેટ ટ્રેન દોડાવવા માટે એમએએચએસઆર કોરિડોર માટે પૂર્ણ 2X25 KV ઓવરહેડ વાયર ટ્રેક્શન સિસ્ટમનું નિર્માણ કરશે. મેક ઈન ઈન્ડિયાની નીતિને પ્રોત્સાહન આપવા માટે જાપાની ડિઝાઈન આધારિત ઓએચઈ માસ્ટને ભારતમાં નિર્માણ કરવામાં આવ્યું છે અને હાઈ સ્પીડ ટ્રેન માટે ઓવરહેડ ટ્રેક્શનમાં સપોર્ટ કરશે.
2026માં થશે શ્રીગણેશ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત કોરિડોરમાં ગુજરાતમાં સૌથી પહેલા ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા પછી સુરત-બિલિમોરા વચ્ચે ટ્રેન દોડાવવાની અપેક્ષા છે. મુંબઈથી અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટરના અંતરમાં કુલ 12 સ્ટેશન હશે. 12 સ્ટેશનમાં આઠ સ્ટેશન ગુજરાત અને ચાર મહારાષ્ટ્રમાં હશે. ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત અને બિલિમોરા સ્ટેશનનો સમાવેશ થાય છે. સુરત અને બિલિમોરાની વચ્ચે કુલ પ0 કિલોમીટરનું અંતર છે, જેમાં મોટા ભાગનું કામ એલિવેટેડ હશે, જ્યારે ટ્રાયલ પણ આ જ હિસ્સામાં હાથ ધરવામાં આવશે.