અસદુદ્દીન ઓવૈસી કો યોગી આદિત્યનાથ પે ગુસ્સા ક્યોં આતા હૈ?
તકવાદી રાજનીતિમાં દુશ્મનાવટ કંઇ નવી વાત નથી. ક્યારે કોની વચ્ચે દુશ્મનાવટ થઇ જાય કંઇ કહેવાય નહીં. અંગત સ્વાર્થ ખાતર પક્ષો કોઇનું પણ અપમાન કરતા ખચકાતા નથી. મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને લઈને ભારતમાં જબરદસ્ત રાજનીતિ ચાલી રહી છે.
ઘણા રાજકીય પક્ષો અને સંગઠનો આ સમગ્ર મુદ્દે કેન્દ્ર સરકારના વલણનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ આવા લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ હવે હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી આનાથી નારાજ થઈ ગયા છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે રાજ્યમાં હમાસને સમર્થન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, યોગી આદિત્યનાથના આ આદેશ પર અસદુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો છે. ઓવૈસી એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તેમની પાસે ભારતીય ધ્વજ સાથે પેલેસ્ટાઈનનો ધ્વજ હતો.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, ‘એક મુખ્ય પ્રધાને કહ્યું છે કે પેલેસ્ટાઈનનું નામ લેવા પર કેસ દાખલ કરવામાં આવશે, તો અમે કહેવા માંગીએ છીએ કે બાબા મુખ્ય પ્રધાન, સાંભળો, હું પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને આવ્યો છું. ત્રિરંગો પેલેસ્ટાઈન માનવતાનો મુદ્દો છે.
સીએમ યોગી આદિત્યનાથે હમાસને સમર્થન કરનારાઓ વિરુદ્ધ કેસ નોંધવાનું કહ્યું છે. બે દિવસ પહેલા સીએમ યોગીએ તમામ જિલ્લાના ડીએમ અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
આ દરમિયાન તેમણેઅધિકારીઓને કડક આદેશો આપ્યા હતા કે પોલીસ અધિકારીઓ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને સતર્ક રહે, પોલીસ કેપ્ટને તેમના વિસ્તારના ધર્મગુરુઓ સાથે તાત્કાલિક વાતચીત કરવી જોઈએ. સીએમ યોગીએ પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે આ મામલે ભારત સરકારના મંતવ્યો વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિને સ્વીકારવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ ધાર્મિક સ્થળ, ક્યાંય પણ કોઈ ઉન્મત્ત નિવેદન બહાર પાડવું જોઈએ નહીં, જો આવું થાય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.