ટોપ ન્યૂઝનેશનલ

ચીનને ઝટકો: અમેરિકાએ BARC સહિત 3 અણુ સંસ્થા પર પ્રતિબંધ હટાવ્યા

નવી દિલ્હીઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળે તે પહેલા બાઇડેન તંત્ર દ્વારા ત્રણ ભારતીય સંસ્થાઓ – ઈન્ડિયન રેયર અર્થ્સ, ઈન્દિરા ગાંધી એટોમિક રિસર્ચ સેન્ટર (IGCAR) તથા ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) પરથી પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી હતી. આ ત્રણેય સંસ્થા ભારતમાં પરમાણુ ઉર્જા વિભાગ અંતર્ગત આવે છે. આ સંસ્થાઓનું કામ દેશના પરમાણુ ઉર્જા વિસ્તારમાં કામ કરવામાં આવતાં કાર્યોની દેખરેખ રાખવાનું છે. 1998માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવા અને પરમાણુ કરાર પર હસ્તાક્ષર ન કરવા પર અમેરિકાએ આ પ્રતિબંધ લગાવ્યો હતો. અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાને લઈ ચીનની 11 સંસ્થાઓને પ્રતિબંધના લિસ્ટમાં ઉમેરી હતી. આમ અમેરિકાએ ચીનને ઝટકો આપ્યો હતો.

અમેરિકાના વાણિજ્ય વિભાગના ઉદ્યોગ એન્ડ સુરક્ષા બ્યૂરો (બીઆઈએસ)એ બુધવારે કહ્યું કે, આ ત્રણ ભારતીય સંસ્થાઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવાથી ઉર્જા સુરક્ષા જરૂરિયાત અન લક્ષ્યોની દિશામાં સંયુક્ત રિસર્ચ તથા ડેવલપમેન્ટ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઊર્જા સહયોગમાં અડચણો ઓછી થવાથી અમેરિકન વિદેશ નીતિના ઉદ્દેશને પણ બળ મળશે.

આ પણ વાંચો…Los Angeles Wildfires: અમેરિકા પણ વિકરાળ આગ પર કાબુ કેમ ના મેળવી શક્યું? આ કારણો રહ્યા જવાબદાર

થોડા દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહાર જેક સુલવિને દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, કેટલીક ભારતીય સંસ્થાઓને પરમાણુ ટેકનિક સુધી પહોંચવાના પ્રતિબંધિત લિસ્ટથી હટાવવામાં આવશે. બીઆઈએસના ઉદ્યોગ અને સુરક્ષા વિભાગના અધિકારી એલન એફ એસ્ટવેજે કહ્યું, પ્રતિબંધિત કરવામાં આવેલા એકમોનું લિસ્ટ ખૂબ મોટું છે. આ પરિવર્તનો દ્વારા અમે સ્પષ્ટ કર્યું છે કે પીઆરસી (ચીન)ના સૈન્ય આધુનિકીકરણનું સમર્થન કરવા પર પરિણામ ભોગવવું પડશે. અમેરિકાના એક અધિકારીએ કહ્યું, ત્રણ ભારતીય સંસ્થાઓ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવાથી અમેરિકા અને ભારત વચ્ચે સંબંધ વધુ ગાઢ બનશે. અમેરિકામાં ભારતના પૂર્વ રાજદૂત તરણજીત સિંહ સંધૂએ આ પગલાંનું સ્વાગત કર્યું અને તેને ભારત-અમેરિકા સંબંધ ગાઢ હોવાનું પરિણામ ગણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button