Saif Unsafe: શું કામવાળીનો પણ હાથ છે હુમલામાં? જાણો અપડેટ

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘુસી આવ્યો હતો. ઘુસણખોરનો સામનો કરવામાં સૈફ અલી ખાન ઘાયલ થયા હતા. ઘુસણખોર ફરાર થઇ ગયો હતો અને સૈફને નજીકની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરો તેમની સારવાર પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. સૈફ અલી ખાનના ઘરની અંદર ચોર કેવી રીતે ઘુસ્યો એ વાત પોલીસને તેમજ કોઈને સમજમાં નથી આવી રહી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ સીસીટીવી ચેક કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાંથી પોલીસને જાણવા મળ્યું છે કે અડધી રાત બાદ સૈફના બિલ્ડિંગમાં કોઈની પણ એન્ટ્રી થઈ નથી.
Also read: તો શું સૈફ અલી ખાનના ઘરમાં જ છુપાયો હતો ચોર!
તેથી પોલીસ એમ માને છે કે આ ઘટનાને અંજામ આપનારો ઘુસનારો કે ચોર પહેલેથી જ સૈફ અલી ખાનના ઘરમાં છુપાયો હતો. એટલું જ નહીં આ ઘુસણખોર વ્યક્તિ સૈફના ઘરની કામવાળીનો પરિચિત હોઇ શકે છે, એવો અંદેશો પણ પોલીસે વ્યક્ત કર્યો હતો. આ મામલે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસેની પ્રારંભિક માહિતી મુજબ એક ઘુસણખોર અમે ચોરીના ઇરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો અને તેની સૈફ સાથે ઝપાઝપી થઇ હતી, જેમાં સૈફ ઘાયલ થયો હતો. અમે સૈફના ઘરમાં ઘુસનાર વ્યક્તિની ઓળખ કરી છે. તેણે સૈફના ઘર સુધી પહોંચવા માટે સીડીઓનો ઉપયોગ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ હુમલા સમયે સૈફના પરિવારના કેટલાક સભ્યો ઘરમાં હાજર હતા.