મનોરંજન

આ લોકો બનાવે છે Nita Ambani માટે નેકલેસ, કિંમત એટલી કે ખરીદી લેશો બુર્જ ખલીફામાં સેંકડો ફ્લેટ…

અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે અને એમાં પણ ખાસ કરીને તેમના જ્વેલરી કલેક્શનને કારણે. નીતા અંબાણીનું જ્વેલરી કલેક્શન એટલું શાનદાન છે કે તે કોઈ પણ માનુનીનું ડ્રીમ કલેક્શન છે. બીજી બાજુ ઈશા અંબાણી પણ મમ્મી નીતા અંબાણીના પગલે પગલે એકદમ યુનિક અને મોંઘીદાટ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે પણ શું તમને ખબર છે કે તેમના આ નેકલેસ કોણ ડિઝાઈન કરે છે? તેમના નેકલેસની કિંમત કેટલી હોય છે? કેટલાક નેકલેસ તો એટલા મોંઘા છે કે તમે એમાં બુર્જ ખલીફામાં સેંકડો ફ્લેટ ખરીદી શકો એમ છો. ચાલો જાણીએ આ પાછળની સ્ટોરી…

ઈશા અંબાણીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં એક હીરાનો હાર પહેર્યો હતો અને આ હારની ગણતરી અંબાણી પરિવારના સૌથી મોંઘા ઘરેણામાં કરવામાં આવે છે. એક રિપોર્ટમાં તો ત્યાં સુધી લખવામાં આવ્યું હતું કે આ હારની કિંમત એક નાના દેશની જીડીપી સમાન છે.

વાત કરીએ નીતા અંબાણીની જ્વેલરી કોણ ડિઝાઈન કરે છે એના વિશે તો નીતા અંબાણીની જ્વેલરી મુંબઈમાં જ આવેલા એક ટ્રેડિશનલ હેરિટેજ જ્વેલરી હાઉસ દ્વારા ક્યુરેટ કરવામાં આવે છે. આ હેરિટેજ જ્વેલરી હાઉસ કાંતિલાલ છોટેલાલનો અંબાણી પરિવાર સાથેનો સંબંધ ખૂબ જ જૂનો છે. પહેલાંથી જ તેઓ નીતા અંબાણી માટે અનેક મહત્ત્વના ઘરેણાં ડિઝાઈન કરી ચૂક્યા છે.

નીતા અંબાણીના જ્વેલરી કલેક્શનમાં એક લાંબા હારમાં પન્નાનો પથ્થર જડવામાં આવ્યો છે અને આ પન્નાની કિંમત 400થી 500 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે. આટલા પૈસામાં તો કોઈ વ્યક્તિ દુબઈમાં આવેલા બુર્જ ખલીફા ખાતે 100 જેટલા ફ્લેટ ખરીદી શકે છે. નીતા અંબાણીનો આ હાર પાંચ લોકોએ મળીને ત્રણ વર્ષના સમયમાં તૈયાર કર્યો હતો.

આ પણ વાંચો : નીતા અંબાણી છે પાક્કા ગુજરાતણઃ ક્રોકરી લેવા તે શ્રીલંકા ગયા કારણ કે…

ભાઈ આ તો અંબાણી લેડિઝ છે, એમના ઠાઠની તો કંઈ વાત થતી હોય? જોકે, આટલી મોંઘી મોંઘી મોંઘી જ્વેલરી અંબાણી લેડિઝ એકબીજા સાથે શેર કરીને પહેરે છે અને તેઓ આ જ્વેલરીને રીપિટ કરવામાં બિલકુલ ખચકાટ નથી અનુભવતી…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button