અલવિદા સુદીપ પાંડે: કુંભમેળામાં જવાની ઈચ્છા અધૂરી રહી ગઈ
મુંબઈઃ અશ્લીલતા વિરુધ ઝંડો ઊંચકીને ભોજપુરી ફિલ્મો કરી રહેલા અભિનેતા સુદીપ પાંડે (SUDIP PANDEY)નું બુધવારે મુંબઈમાં અવસાન થયું હતું. યુવા અભિનેતા સુદીપ બિહારનો રહેવાસી હતો. સુદીપ કુંભમેળામાં આવવાનો હતો તેવી તેણે જાહેરાત પણ કરી હતી, પરંતુ અભિનેતા પોતાની આ ઈચ્છા મનમાં સાથે લઈ ચાલ્યો જતા ભોજપુરી ફિલ્મજગતમાં શોક છવાયો છે. સુદીપ આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણી પણ લડવાની વાતો વહેલી થઈ હતી. ભોજપુરી ફિલ્મ (BHOJPURI MOVIES) અભિનેતા સુદીપ પાંડેનું બુધવારે મુંબઈમાં અવસાન થયું છે. તેના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય રહ્યું છે. સુદીપ પાંડે બિહારના ગયાના ટેકરીનો રહેવાસી હતો.
Also read: તો શું સૈફ અલી ખાનના ઘરમાં જ છુપાયો હતો ચોર!
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છોડીને તે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યો હતો . ભોજપુરી ફિલ્મોમાં અશ્લીલતા વિરુધ લડી રહેલા સુદીપે આ વર્ષની શરૂઆતમાં પોતાના ઘરે એક મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કર્યું હતું અને પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેનો મોટો ભાઈ સંદીપ પાંડે વિદેશમાં રહે છે. તેના માતા-પિતા હયાત નથી. સુદીપ ગયાથી લગભગ 30 કિલોમીટર દૂર ટેકરીના પલુહડનો રહેવાસી હતો. સુદીપ પાંડેની પત્ની અને બે દીકરીઓ હાલ મુંબઈમાં છે. તેના અંતિમ સંસ્કાર પણ મુંબઈમાં કરવામાં આવશે.