મહિલાઓ પુરુષો કરતા બાળકોથી વધારે પરેશાનઃ અભ્યમ હેલ્પલાઈન પર મા-બાપનો મારો
અમદાવાદઃ મહિલાઓની થતી સતામણી સામે તેમને રક્ષણ આપવા માટે ગુજરાત સરકારે અભયમ હેલ્પલાઈનની સેવા શરૂ કરી છે જેને સારું કામ કરી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ હેલ્પલાઈન પર સતત મહિલાઓના નહીં પણ માતાઓના ફોનકૉલ્સ આવી રહ્યા છે. સંતાનોથી પરેશાન માતા-પિતા આ ફોનકોલ્સ કરે છે અને અભયમની મદદ માગે છે.
2024માં અમદાવાદના માતાપિતાના 655 કૉલ્સ આવ્યા હતા. તેઓ તેમના બાળકો સંબંધિત સમસ્યાઓ માટે ઉકેલ ઇચ્છતા હતા. 2023માં આવા 467 કૉલ્સ આવ્યા હતા જેની તુલનાએ 40%નો વધારો થયો હતો.
આ કોલ્સ મોટાભાગે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ, સોશિયલ મીડિયાની લત, બોયફ્રેન્ડ સાથે લાંબી વાતો, પ્રેમ સંબંધોને કારણે કે શૈક્ષણિક બાબતે ઠપકો આપ્યા પછી ઘર છોડવાની ધમકીઓ અંગેના હતા. તાજેતરના કેસોમાંના એક કેસમાં, શહેરના પૂર્વ વિસ્તારમાં એક કિશોરવયની દીકરી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યારે તેનો ફોન છીનવી લેવામાં આવ્યો, તેમ અભયમના કાઉન્સિલરે વાત કરી હતી.
વર્ષ દર વર્ષે નોંધનીય આંકડા મુજબ નાણાકીય મુદ્દાઓ (33%), ઘરવિહોણા (32%), સ્ટ્રેસ (29%), કસ્ટડી મુદ્દઓ (26%), અને લગ્ન સંબંધોના (12%)ના કેસો હોય છે. જેમા અમદાવાદથી અભયમના (ABHYAM) કેસોમાં એક વર્ષમાં 12%નો વધારો થયો છે, જે 2023માં 40,021થી વધીને 2024માં 44,802 થયો.
Also read :181 અભયમ હેલ્પલાઈન: નવ વર્ષમાં 14 લાખ મહિલાઓની મદદે આવી
એક સમયે માતા કે પિતાની એક આંખ પહોળી થાય કે બાળક ચુપચાપ બેસી જતું. ઘરમાં એક વ્યક્તિ એવું હોય જે બાળકને નિયંત્રણમાં રાખતી અને શિસ્ત રાખવામાં આવતું. આજકાલ ઘર કે સ્કૂલમાં શિસ્તના નામે માત્ર ઊંચો અવાજ પણ કરી શકાતો નથી. આ સાથે અન્ય ઘણા કારણોને લીધે બાળકો અનિયંત્રિત થતા જાય છે. સામાજિક દૃષ્ટિએ આ એક મોટી ચિંતાનો વિષય છે.