BCCIને ગૌતમ ગંભીર પર વિશ્વાસ નથી? બોર્ડ કોચિંગ સ્ટાફ અંગે મોટો નિર્ણય લઇ શકે છે
મુંબઈ: ઓસ્ટ્રેલીયાના પ્રવાસ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket Team)નું બેટિંગ પ્રદર્શન નિરાશાજનક રહ્યું, ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ભારતના સિનીયર બેટર્સનું નબળું પ્રદર્શન ટીમની હાર માટે કારણભૂત રહ્યું. કોહલી જેવો અનુભવી બેટ્સમેન સતત 8 વાર એક જ રીતે આઉટ થયો, ત્યાર બાદ ટીમના કોચિંગ સ્ટાફની ભૂમિકા (Coaching staff) પર સવાલ ઉઠવા લાગ્યા છે, પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે પણ એક નિવેદનમાં સપોર્ટ સ્ટાફની ઝાટકણી કાઢી હતી, હવે BCCI કોચિંગ સ્ટાફ અંગે એક મોટો નિર્ણય કરવા જઈ રહ્યું છે.
નવા સભ્યની શોધ:
BCCI ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં એક નવા સભ્યનો ઉમેરો કરવા જઈ રહ્યું છે, એક અહેવાલ મુજબ સ્ટાફમાં બેટિંગ કોચને ઉમેરવામાં આવશે. હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બોર્ડના અધિકારીઓ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે ચર્ચા થઇ છે કે સપોર્ટ સ્ટાફને મજબૂત બનાવવાની જરૂર છે. 11 જાન્યુઆરીના રોજ મુંબઈ યોજાયેલી સમીક્ષા બેઠકમાં આસિસ્ટન્ટ કોચની ભૂમિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ક્રિકેટના અપડેટ્સ પર નજર રાખતી એક વેબસાઈટના અહેવાલ મુજબ, કેટલાક નામો પર વિચારણા ચાલી રહી છે. જોકે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલમાં, ભારતના કોચિંગ સ્ટાફમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સાથે મોર્ને મોર્કેલ (બોલિંગ કોચ), અભિષેક નાયર (આસિસ્ટન્ટ કોચ), રાયન ટેન ડોશેટ (આસિસ્ટન્ટ કોચ) અને ટી દિલીપ (ફિલ્ડિંગ કોચ)નો સમાવેશ થાય છે.
નાયર અને ડોશેટને હટાવવામાં આવશે?
એક અહેવાલ મુજબ, સમીક્ષા બેઠક દરમિયાન, હાલના સપોર્ટ સ્ટાફ વિશે ચર્ચા થઈ. જોકે, શું ચર્ચા થઈ તે સ્પષ્ટ નથી. સહાયક કોચ અભિષેક નાયર અને રાયન ટેન ડોશેટ પદ પર હટાવવામાં આવી શકે છે.
Also read :ભારતીય ટીમ Champions Trophyનો ભાગ નહીં જ હોય! PCBના અધ્યક્ષે કરી સ્પષ્ટતા
ગૌતમ ગંભીર BCCIને વિશ્વાસ નહીં:
આ અહેવાલ બાદ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું બોર્ડનો ગૌતમ ગંભીર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે? અહેવાલ મુજબ, બેટિંગ કોચની ભૂમિકા માટે ભારતના જ કોઈ અનુભવી ખેલાડીના નામની ચર્ચા થઇ રહી છે. ગૌતમ ગંભીર પોતે એક સિનીયર બેટર રહ્યો છે. તેમના વર્તમાન સપોર્ટ સ્ટાફમાં કોઈ બેટિંગ કોચ નથી. અભિષેક નાયર અને રાયન ટેન ડોશેટ સહાયક કોચની ભૂમિકામાં છે. પરંતુ તેમની ભૂમિકા પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. એટલા માટે બોર્ડે આ પગલું ભર્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી આ બાબતની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે કોચિંગ સ્ટાફમાં ટેકનિકલ સ્કિલ ધરાવતા વધુ લોકોને ઉમેરવામાં આવી શકે છે.