ISRO ની વધુ એક ઝળહળતી સિદ્ધી; SpaDeX મિશન સફળ રહ્યું, દુનિયાનો ચોથો દેશ બન્યો
બેંગલુરું: ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આવકાશ વિજ્ઞાનમાં વધુ એક ઝળહળતી સફળતા મળેવી છે. એક અહેવાલ ગુરુવારે SpaDeX મિશન હેઠળ બે ઉપગ્રહોને અવકાશમાં ડોક કરવાના ચોથા પ્રયાસમાં સફળતા (Satellite docking) મળી છે. થોડા દિવસો પહેલા બંને ઉપગ્રહોને એકબીજાની 3 મીટર જેટલી નજીક લાવવામાં આવ્યાં હતાં, પણ મિશન પૂર્ણ થઇ શક્યું ન હતું. હવે આ બંને ઉપગ્રહોને જોડવામાં આવ્યા છે, આ સિદ્ધિ મેળવનાર ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો છે. જોકે આ અંગે હજુ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ વીડિયો મળ્યા બાદ આને ડેટા વિશ્લેષણ બાદ ઇસરો સત્તાવાર જાહેરાત કરશે.
ત્રણ પ્રયાસ સફળ ન રહ્યા:
અગાઉ, 12 જાન્યુઆરીના રોજ ISROએ જાહેર કર્યું હતું કે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ પ્રોજેક્ટ (SpaDeX Project) ટાર્ગેટની ખૂબ નજીક પહોંચ્યો હતો, મિશન પૂર્ણ કરી શક્યું ન હતું. બંને ઉપગ્રહો વચ્ચેનું અંતર 15 મીટરથી ઘટાડીને 3 મીટર કરવાનો પ્રયાસ સફળ રહ્યો હતો, ત્યારબાદ બંને ઉપગ્રહોને એકબીજાથી દૂર કરવાની ફરજ પડી હતી, આ ડોકીંગનો ત્રીજો પ્રયાસ હતો. પહેલાં પણ 7 જાન્યુઆરી અને 9 જાન્યુઆરીના રોજ પ્રાયોજિત ડોકીંગ મુલતવી રાખવું પડ્યું હતું, ઈસરોએ કહ્યું હતું કે હવે ડેટા વિશ્લેષણ પછી ડોકીંગનો પ્રયાસ કરવામાં આવશે.
Also read: SpaDex: ઇતિહાસ રચવાથી માત્ર થોડા મીટર જ દૂર, હેંડશેક માટે નજીક આવ્યા બંને ઉપગ્રહ
આ ઉપગ્રહો 30 ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યા હતા. ઇસરોએ અગાઉ જાહેરાત કરી હતી કે બે ઉપગ્રહોનું ડોકીંગનું પ્રસારણ કરવામાં આવશે, પરંતુ સતત બે વખત ડોકીંગ મુલતવી રાખ્યા બાદ, ઇસરોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડોકીંગ ટ્રેક પર છે, પરંતુ અવકાશ એજન્સી હવે ડોક સફળ થયા બાદ જાણ કરશે.