અમદાવાદમાં 9 વર્ષમાં BRTSને કેટલી લોન આપી? RTI માં થયો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદઃ એક સમયે અમદાવાદની ઓળખ લાલ બસ એટલે કે એએમટીએસની હતી. પરંતુ સમયની સાથે સુવિધા વધારવા બીઆરટીએસ પણ શરૂ કરવામાં આવી હતી. જોકે જે હેતુથી આ ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી તેમાં ધારી સફળતા મળી નથી. એએમટીએસની જેમ બીઆરટીએસ પણ સતત ખોટ કરી રહી છે. એક આરટીઆઈમાં આ ખુલાસો થયો છે.
કોન્ટ્રાક્ટરને દર મહિને કેટલા કરોડ ચૂકવાય છે
આરટીઆઈ મુજબ, છેલ્લા 9 વર્ષમાં બીઆરટીએસને 724.36 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. સેવા બરાબર ન હોવા છતાં દર મહિને બીઆરટીએસ કોન્ટ્રાક્ટરને દર મહિને 11 કરોડ જેટલી રકમ ચૂકવે છે. બીઆરટીએસને સફળ બનાવવા માટે 2015-16માં અનેક એએમટીએસ રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે તેમ છતાં બીઆરટીએસ સતત ખોટના ખાડામાં જઈ રહી છે. કૉંગ્રેસ લઘુમતી સેલના કાર્યકારી પ્રમુખ અતિક સૈયદે કરેલી આરટીઆઈમાં આ ઘટસ્ફોટ થયો હતો. અધિકારીઓની અણઆવડતના કારણે બીઆરટીએસ બસ સતત ખોટ કરી રહી છે. છેલ્લા બે વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન 100 કરોડથી વધુની રકમ લોન પેટે આપે છે.
Also read:
અમદાવાદ જનમાર્ગ લિમિટેડ પાસે 380 બસો અને દરરોજ આશરે 2.20 લાખ મુસાફરો સાથે 160 કિ.મી.નો ઓપરેશનલ રૂટ છે. અત્યાર સુધીમાં બીઆરટીએસને શ્રેષ્ઠ માસ ટ્રાન્ઝિટ રેપિડ સિસ્ટમ પ્રોજેક્ટ -2009, વોશિંગ્ટન ડીસી યુએસએમાં સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ એવોર્ડ -2010 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર, ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ ફોરમ અને ઇન્ટરનેશલ એસોસિએશન ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ UITP, જર્મનીનો જાહેર પરિવહનમાં ઉત્કૃષ્ટ નવીનતાનો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર મળ્યા છે.
ક્યા વર્ષે કેટલી ખોટ
2015-16 – રૂ.50.19 કરોડ | 2016-17 – રૂ. 60 કરોડ |
2017-18 – રૂ. 83 કરોડ | 2018-19 – રૂ. 57.50 કરોડ |
2019-20 – રૂ. 57.50 કરોડ | 2020-21 – રૂ. 82.69 કરોડ |
2021-22 – રૂ. 96.54 કરોડ | 2022-23 – રૂ. 138 કરોડ |
2023-24 – રૂ. 129 કરોડ | કુલ- રૂ. 724.36 |
Follow Us: https://bombaysamachar.com/