ટોપ ન્યૂઝનેશનલ

…તો શ્રીનગરથી કન્યાકુમારી સુધી ટ્રેન દોડાવવામાં આવશે…

નવી દિલ્હી: હવે કાશ્મીરથી કન્યાકુમારી ટ્રેન દોડાવવા અંગે રેલવે પ્રશાસનને મંજૂરી મળી છે, જે અંતર્ગત શ્રીનગરથી કન્યાકુમારી સુધી ટ્રેન દોડાવી શકાશે. ખાસ કરીને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક (યુએસબીઆરએલ) પ્રોજેક્ટને ચીફ કમિશનર ઓફ રેલવે સુરક્ષાની મંજૂરી મળી ગઈ છે. હાલમાં ચીફ કમિશનર ઓફ રેલવે સુરક્ષાએ કટરા-રિયાસી વિભાગનું બે દિવસનું નિરીક્ષણ કર્યા બાદ આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે.

આ પણ વાંચો : Indian Railway ની આ ટ્રેને રેલવેને કરાવી સૌથી વધુ કમાણી, આંકડો સાંભળીને ચોંકી ઉઠશો…

રેલવે સુરક્ષા કમિશનર (સીઆરએસ) દિનેશ ચંદ દેશવાલે ચીફ કમિશનર ઓફ રેલવે સુરક્ષા રિપોર્ટ જાહેર કર્યો હતો, તેથી આગામી દિવસોમાં ટ્રેન કાશ્મીરથી કન્યાકુમારી સુધી (દેશના બાકીના ભાગોને જોડતી નવનિર્મિત બ્રોડગેજ રેલવે લાઈન પર) પેસેન્જર ટ્રેનો દોડાવવામાં આવશે.

જમ્મુ અને કાશ્મીરમાં યુએસબીઆરએલ પ્રોજેક્ટ હેઠળ કુલ ૨૭૨ કિમી રેલ લાઇનમાંથી ૨૦૯ કિમી પર જુદા જુદા તબક્કામાં કામ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવિત પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ૧૧૮ કિમીનો કાઝીગુંડ-બારામુલા સેક્શન ઓક્ટોબર ૨૦૦૯માં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જૂન ૨૦૧૩માં ૧૮ કિમીનો બનિહાલ-કાઝીગુંડ માર્ગ, જુલાઈ ૨૦૧૪માં ૨૫ કિમીનો ઉધમપુર-કટરા માર્ગ અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ૪૮.૧ કિમી લાંબો બનિહાલ-સંગલદાન માર્ગ શરૂ કરવામાં આવ્યો હતો.

સંગલદાન-રિયાસી વચ્ચેના ૪૬ કિલોમીટરના સેક્શનનું કામ પણ ગયા વર્ષે જૂનમાં પૂર્ણ થયું હતું. પરંતુ રિયાસી અને કટરા વચ્ચે કુલ ૧૭ કિલોમીટરનું કામ બાકી હતું જે ડિસેમ્બર ૨૦૨૪માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

સીઆરએસ રિપોર્ટ મુજબ મુખ્ય લાઇન પર ૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ‘ટર્નઆઉટ’ (જ્યારે ટ્રેન લાઈન બદલતી હોય) પર ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. રેલવેને મંજૂરીની સાથે સાથે વિવિધ શરતો અને દિશાનિર્દેશોનું પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : આ છે Indian Railwayનું સૌથી છેલ્લું સ્ટેશન, નામ જાણીને ચોંકી ઉઠશો…

રેલવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ૨૬ જાન્યુઆરીએ વડા પ્રધાન મોદી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ટ્રેન સેવા શરૂ કરશે. વડા પ્રધાન મોદી શ્રીનગરથી કટરા સુધી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button