ભારતીય મહિલાઓ ઇરાનને કચડીને સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં…
નવી દિલ્હીઃ અહીં રમાઈ રહેલા ભારતની પરંપરાગત રમત ખો-ખોના વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમ આજે ઇરાનને 100-16થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.
પુરુષોની ભારતીય ટીમ બ્રાઝિલને 64-34થી હરાવીને નૉકઆઉટની લગોલગ પહોંચી ગઈ હતી.
સાઉથ કોરિયાને 175-18થી કચડ્યા બાદ ભારતીય મહિલા ટીમે ઇરાન સામે થોડો સંઘર્ષ કરવો પડશે એવું મનાતું હતું, પણ એવું નહોતું થયું અને ભારતીય ટીમે આસાનીથી વિજય મેળવી લીધો હતો.
આ પણ વાંચો : ઓપનર્સ સ્મૃતિ મંધાના અને પ્રતીકા રાવલે રાજકોટનું સ્ટેડિયમ ગજવી નાખ્યું: જાણો રનના ઢગલા અને વિક્રમોની રસપ્રદ વિગતો
ભારતીય મહિલા ટીમે ઇરાનના પ્રથમ બૅચને 33 સેક્નડમાં જ મૅચની બહાર કરી દીધો હતો.
અશ્વિની અને મીનુ ભારતની બે સ્ટાર પ્લેયર હતી અને ભારતે `ટચ પૉઇન્ટ’ દ્વારા 50 પૉઇન્ટ મેળવી લીધા હતા.
મોબીનાને બેસ્ટ અટૅકરનો અને મીનુને બેસ્ટ ડિફેન્ડરનો અવૉર્ડ મળ્યો હતો. પ્રિયંકા ઇન્ગળે પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી હતી.