ગાંધીનગર

કલોલમાં સબ-વેનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, એક્સપ્રેસ ટ્રેનોની પંક્ચ્યુઆલિટીમાં થશે સુધારો

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે માનનીય રાજ્યમંત્રી, ગુજરાત સરકાર હર્ષ સંઘવી અને માનનીય ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરની ઉપસ્થિતિમાં આજે સઈજ ગામ, કલોલમાં ખોડિયાર-કલોલ રેલવે સેક્શનના લેવલ ક્રોસિંગ નંબર 233 પર નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ ખોડિયાર-કલોલ રેલવે સેક્શનના લેવલ ક્રોસિંગ નંબર 233 પર 7 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે 25 મીટર બેરલ લાંબા નવનિર્મિત લિમિટેડ હાઈટ (LHS) સબ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: માણસા તાલુકાના અંબોડને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે: અમિત શાહ

નવો સબ-વે બનાવવાને કારણે મેલ-એક્સપ્રેસ ટ્રેનોની પંક્ચ્યુઅલિટી સુધારવામાં મદદ મળશે, માર્ગ અવરજવરની કનેક્ટિવિટી ઝડપી થશે, રેલવે ફાટકો પર વાહનોના રોકાવાની સમસ્યાથી માર્ગ યાત્રીઓને રાહત મળશે.

આ સબ-વે શહેરના બંને ભાગો જેવા કે કલોલથી શેરથા-સઈજ ગામને નિર્વિરોધ જોડનારો સુરક્ષિત માર્ગ છે તથા આ સબવેના નિર્માણથી નિર્વિરોધ માર્ગ અવરજવરના કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણ પ્રદૂષણ ઓછું થશે. આ ઉપરાંત, આગામી સમયમાં આ પ્રકારના અન્ય 5-6 RUB/ROB બનાવવામાં આવશે.

આ પ્રસંગે અમદાવાદ મંડળના મંડળ રેલવે પ્રબંધક સુધીર કુમાર શર્મા સહિત મંડળના વરિષ્ઠ રેલવે અધિકારીઓ અને અનેક ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button