OMG, ટેરેસ પર આ શું કરી રહી છે આખી Ambani Family? જોઈ લો Viral Video…
અંબાણી પરિવાર (Ambani Family)નો સ્વેગ એકદમ અલગ જ છે અને એમના સ્વેગ સામે બોલીવૂડ સેલેબ્સ પણ ટકી શકતા નથી. આ ફેમિલીનો દરેક સભ્ય કોઈને કોઈ કારણે ચર્ચામાં ચોક્કસ રહે છે, એટલું જ નહીં પણ પરિવારમાં થનારા દરેક ફંક્શન અને ઊજવણીઓ પર પેપ્ઝની નજર રહે છે. બીજી બાજું અંબાણી પરિવાર પણ દરેક તહેવાર સાથે મળીને સેલિબ્રેટ કરે છે. આવું જ કંઈક ગઈકાલે એટલે કે મકર સંક્રાંતિના તહેવાર પર પણ જોવા મળ્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. અંબાણી પરિવાર અને એમાં પણ ખાસ કરીને અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) માટે તો આ મકર સંક્રાંતિ ખૂબ જ ખાસ રહી હતી કારણ કે લગ્ન બાદ આ બંનેની પહેલી મકર સંક્રાંતિ હતી. આવો જોઈએ શું ખાસ હતું અંબાણી પરિવારની મકર સંક્રાંતિમાં-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે અંબાણી પરિવારે મુંબઈ ખાતે આવેલા એન્ટિલિયા ખાતે મકર સંક્રાંતિની ઊજવણી કરી રહ્યો છે. પરિવારના સભ્યો ટેરેસ પર પતંગ ઉડાવતા જોવા મળી રહ્યા છે. મૂળ ગુજરાતના જામનગરના અંબાણી પરિવાર માટે મકર સંક્રાંતિ તો ખાસ હોવાની જ, કારણ કે ભાઈ ગુજરાત અને ગુજરાતીઓને તહેવાર છે આ.
આ વાઈરલ વીડિયો પર નેટિઝન્સ સતત લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. એક શખ્સે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ પરિવારમાં કેટલીક એકતા છે, બધા તહેવારો સાથે મળીને સેલિબ્રેટ કરે છે. બીજા એક યુઝરે લખ્યું કે અંબાણી પરિવારમાં દરેક તહેવાર એક જશ્ન જેવો હોય છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે અંબાણી પરિવારનો મતલબ જ ગ્રાન્ડ છે. આવી જ અનેક કમેન્ટ્સથી વીડિયોનું કમેન્ટ સેક્શન ભરાયેલું છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.
આ પણ વાંચો : Isha Ambaniના આવતા જ વહુ રાધિકા મર્ચન્ટને Ignore કર્યું Mukesh Ambaniએ, વીડિયો થયો વાઈરલ…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ અંબાણી પરિવારે ગુજરાતના જામનગર ખાતે રિલાયન્સના સ્થાપના દિવસની સાથે સાથે ન્યુ યરનું ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં બોલીવૂડના અનેક સેલેબ્સે હાજરી આપી હતી, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા હતા. ટૂંકમાં કહીએ તો સેલિબ્રેશનનું બીજું નામ જ અંબાણી પરિવાર છે. બસ અંબાણી પરિવારને સેલિબ્રેટ કરવાનો મોકો મળવો જોઈએ, પછી એ લોકો પાછળ વળીને જોતા નથી…