ભારતીય અવકાશ ક્ષેત્રમાં નવા યુગની શરૂઆતઃ 2 સ્વદેશી સ્ટાર્ટઅપ્સે લોન્ચ કર્યા ઉપગ્રહો…
બેંગલુરુ/નવી દિલ્હીઃ અવકાશ ક્ષેત્રમાં કામ કરનારા ભારતીય સ્ટાર્ટઅપ ‘પિક્સલ’ અને ‘દિગંતારા’એ આજે પૃથ્વી અને તેનો ચક્કર લગાવતી વસ્તુઓનું નજીકથી નિરીક્ષણ કરવા માટે સ્પેસએક્સ રોકેટથી પોતાના ઉપગ્રહો લોન્ચ કર્યા હતા, જે અવકાશ ક્ષેત્રમાં પ્રાઇવેટ કંપનીઓ માટે એક નવા યુગની શરૂઆત છે.
આ પણ વાંચો : Dr Vikram Sarabhai: અવકાશ વિજ્ઞાનમાં દુનિયાને દેખાડી ભારતની તાકાત, ISRO ની સ્થાપના કરી
‘પિક્સલ’ ભારતની પ્રથમ ખાનગી કંપની બની ગઇ છે જેની પાસે અત્યાધુનિક ‘હાયપરસ્પેક્ટ્રલ’ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરીને પોતાના ઉપગ્રહોનો સમૂહ છે. આ આવૃતિથી 150થી વધુ બેન્ડ્સમાં પૃથ્વીનું અવલોકન કરી શકાય છે. આ કૃષિ અને સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી ટેકનોલોજી છે.
‘દિગંતારા એરોસ્પેસે’ વિશ્વનો પ્રથમ વાણિજ્યિક ઉપગ્રહ ‘સ્પેસ કેમેરા ફોર ઓબ્જેક્ટ ટ્રેકિંગ’ (એસસીઓટી) લોન્ચ કર્યો છે જે સુરક્ષિત અવકાશ કામગીરી સુનિશ્ચિત કરવા માટે પૃથ્વીની આસપાસ ફરતા પાંચ સેન્ટિમીટર જેટલા નાના પદાર્થોનું નિરીક્ષણ કરશે.
અવકાશયાનની સલામતી સુનિશ્ચિત કરવા માટે અવકાશમાં બ્રાહ્ય નિરીક્ષણ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે પૃથ્વીની ચારે તરફથી ભ્રમણકક્ષાઓ કૃત્રિમ ઉપગ્રહોની સાથે સાથે અવકાશના કાટમાળથી ભરેલી છે.
‘પિક્સલ’ના ત્રણ ‘ફાયરફ્લાય’ ઉપગ્રહ ૩૦ મીટરના ધોરણ કરતાં છ ગણા વધુ કાર્યક્ષમ છે. ‘ફાયરફ્લાય’ હાલના સમયમાં દુનિયાના સૌથી વધુ રિઝોલ્યુશન ધરાવતા કોમર્શિયલ-સ્કેલનો હાઇપરસ્પેક્ટ્રલ સેટેલાઇટ સમૂહ છે.
કંપનીના સ્થાપક અને સીઈઓ અવૈસ અહેમદે પીટીઆઈને જણાવ્યું હતું કે, “પ્રથમ વખત પાંચ મીટરનું હાઇપરસ્પેક્ટ્રલ ઉપલબ્ધ છે.” આ જ તેને ના ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે અલગ બનાવે છે.
‘પિક્સલ’ની યોજના આગામી બે મહિનામાં ત્રણ વધુ તથા ભવિષ્યમાં વધુ 18 ‘ફાયરફ્લાય’ ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના ધરાવે છે. ‘ઇન્ડિયન સ્પેસ એસોસિયેશન’ (આઇએસપીએ)ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ એ.કે. ભટ્ટે પીટીઆઇને જણાવ્યું હતું કે “પિક્સલના ઉપગ્રહોનું લોન્ચિંગ એક મહત્વપૂર્ણ પગલું છે.
દિગંતારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અનિરુદ્ધ શર્માએ જણાવ્યું હતું કે એસસીઓટીનો ઉદ્દેશ્ય અવકાશ સુરક્ષા વધારવા, ટ્રાફિક વ્યવસ્થાપનને શ્રેષ્ઠ બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા યોજનાઓને વેગ આપવાનો છે. ‘એસસીઓટી’ સૂર્ય સમકાલિક કક્ષાથી વર્તમાન સેન્સરની તુલનામાં વધુ કાર્યક્ષમતા સાથે હાલના સેન્સર કરતાં વધુ કાર્યક્ષમતા સાથે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (એલઇઓ)માં વસ્તુઓ શોધવાનો છે.
આ પણ વાંચો : ISROએ અંતરિક્ષમાં ઉગાડ્યા બીજ; પહેલા જ પ્રયાસે મળી સફળતા
વર્તમાન સેન્સર હવામાનની પરિસ્થિતિઓ, ભૌગોલિક સીમાઓ અને મર્યાદિત દૃશ્ય ક્ષેત્રો દ્વારા બંધાયેલા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે “આ પરંપરાગત પ્રણાલીઓથી વિપરીત ‘એસસીઓટી’ અવકાશમાં રહેલા પદાર્થોનું સતત નિરીક્ષણ કરે છે અને પાંચ સેન્ટિમીટર જેટલા નાના પદાર્થોને શોધી કાઢે છે.