એક મહિનો પિયર જવાની ચહલને પત્ની ધનશ્રીની `ધમકી’: વિડિયો વાયરલ થયો
નવી દિલ્હીઃ કોરિયોગ્રાફર અને ડાન્સર ધનશ્રી ક્રિકેટર-પતિ યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા લઈ રહી હોવાની અટકળો વચ્ચે તેમ જ બન્નેએ સોશિયલ મીડિયામાં એકમેકને અનફૉલો કર્યા હોવાના સમાચાર વચ્ચે ધનશ્રી અને ચહલનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં ધનશ્રી તેના ક્રિકેટર-હસબન્ડને પિયર જવાની ધમકી આપી રહેલી જોવા મળે છે.
આ પણ વાંચો: યુઝવેન્દ્ર કા દર્દ ક્યું ખતમ નહીં હો રહા…., હવે ધનશ્રીનો મસાજ કરાવતો વીડિયો થયો વાયરલ
ખુદ ધનશ્રીએ આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એમાં ધનશ્રી સાથે ચહલ ટીવી જોઈ રહેલો દેખાય છે. એવામાં ધનશ્રી તેને કહે છે, સાંભળો, હું એક મહિના માટે પિયર જવાની છું.' ધનશ્રીની આ ચોંકાવનારી વાત સાંભળતાં જ ચહલ હસી પડે છે અને રિમોટ ફેંકીને નાચવા લાગે છે. અહીં ખાસ જણાવવાનું કે આ વિડિયો એક રીલ છે જે ચહલ-ધનશ્રીએ 2022ની સાલમાં બનાવી હતી. ધનશ્રીએ આ વિડિયો પોસ્ટ કરીને લખ્યું,
બસ, રાહ જુઓ. નાની-નાની વાતોમાં જ ખુશી શોધતા રહો.’
બે વર્ષ જૂના આ વિડિયો પર ક્રિકેટપ્રેમીઓની કમેન્ટ આવવા લાગી છે. એક યુવાન ક્રિકેટપ્રેમીએ લખ્યું, કાયમ માટે પિયર જતી રહી છે કે શું?' બીજાએ ટિપ્પણી કરી,
આ વિડિયો ડિલિટ કરતા ભૂલી ગઈ.’
આ પણ વાંચો: યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ કેમ કહ્યું કે તે ડિસેમ્બરથી ઊંઘી નથી શકી?
ચહલ-ધનશ્રીએ 2020ની બાવીસમી ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. તેમના સંભવિત ડિવૉર્સની વાતો ખૂબ ચગી છે, પણ તેમના તરફથી કે તેમના પરિવાર તરફથી કોઈ જ પ્રતિક્રિયા સામે નથી આવી. જોકે ચહલે સોશિયલ મીડિયામાંથી ધનશ્રીની તસવીરો હટાવી દીધી છે, જ્યારે ધનશ્રીના અકાઉન્ટ પર પણ હજી પણ ચહલ સાથેના ફોટો અને વિડિયો મોજૂદ છે.