મંદિરના દર્શન કરીને પાછા ફરતા 25 વર્ષનો યુવક બન્યો કાળનો કોળિયો…
પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી સ્થિત મંદિરના દર્શન કરીને પાછા ફરી રહેલા યુવકના અચાકન મોતનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. અહીંના મહાલક્ષ્મી મંદિરના પગથિયાં પરથી નીચે ઉતરતી વખતે પડતા મોત થયું હતું.
આ પણ વાંચો : હવે ટકલા વાયરસનો શિકાર બની મહિલાઃ બુલઢાણાની આ ગંભીર સ્થિતિનો કોઈ ઈલાજ છે કે નહીં?
યુવકની ઓળખ મિલન ડોમ્બ્રે (25) તરીકે કરવામાં આવી છે. આ બનાવ મંગળવારે બન્યો હતો. મંદિરના 900 પગથિયાં ચઢીને અને દેવીના ‘દર્શન’ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક પડી ગયો હતો. આ બનાવ પછી તેને તાત્કાલિક કાસા ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
કદાચ યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની શંકા પરિવારના સભ્યોએ વ્યક્ત કરી હતી. જોકે, હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.હેમંત બેહરેએ જણાવ્યું હતું કે ઓટોપ્સી રિપોર્ટ ઉપલબ્ધ થયા પછી જ મૃત્યુનું કારણ જાણી શકાશે. આ મંદિરમાં મંગળવાર, શુક્રવાર અને સપ્તાહના અંતે ભારે ભીડ રહે છે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર યુવક સાથે મિત્રતા ભારે પડી: બળાત્કાર ગુજારી યુવતીને આપ્યો ત્રાસ
આ બનાવને કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં ગમગીનીનો માહોલ છે, જ્યારે પ્રશાસન દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ મુદ્દે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
(પીટીઆઈ)