Health: ઠંડા પાણીથી ન્હાવાને કારણે Hearth Attack આવી શકે, જાણો?
શિયાળાની ઋતુ જામી રહી છે અને લોકો મહાકુંભ મેળાના અવસર પર સ્નાન કરવા જઈ રહ્યા છે, પરંતુ ઠંડી અને કોલ્ડવેવના કારણે મોટા ભાગના લોકો બીમાર પડવાનું પ્રમાણ વધારે રહે છે. એટલું જ નહીં, હાર્ટ એટેકના પણ ઘણા કેસો નોંધાય રહ્યા છે. મહાકુંભમાં વૃદ્ધ સંતના નિધન બાદ મહારાષ્ટ્રના એનસીપીના એક નેતાનું હાર્ટ એટેકથી મોત થયું છે. આ ઉપરાંત, એક મહિલા સહિત અન્ય બે લોકોના મોત થયાનું માલુમ પડ્યું છે. એનસીપી નેતા મહેશ કોઠે મહા કુંભ મેળા માટે પ્રયાગરાજ ગયા હતા. જ્યાં તેણે શાહી સ્નાન કર્યું હતું. જે બાદ ઠંડીને કારણે તેનું લોહી જામી જતા તે જ સ્થળે હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.
આ સંજોગોમાં સવાલ એ થાય કે શું ઠંડા પાણીમાં ન્હાવાથી હાર્ટ એટેક (heart attack)થી મોત થઈ શકે છે. ત્યારે આ જાણીતા ડોક્ટરે મહત્ત્વની માહિતી આપી હતી. ડોક્ટરના જણાવ્યાનુસાર શિયાળામાં સૌથી મુશ્કેલ કામ ન્હાવાનું છે. તમે ઠંડા પાણીથી સ્નાન કરો કે ગરમ પાણીથી. તમને ઠંડી તો લાગે જ. મોટા ભાગના લોકો ગરમ પાણીથી સ્નાન કરતા હોય છે, પરંતુ કેટલાક લોકોને પરિસ્થિતને કારણે ઠંડા પાણીથી ન્હાવું પડે છે.
મહાકુંભ સમયે હાર્ટ એટેકથી થયેલા મૃત્યુની વાત કરી તો ડોક્ટરોનું કહવું છે કે જો તમે શિયાળામાં નહાતા હોવ તો તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે તેનાથી માત્ર શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી બિમારીઓ જ નહીં પરંતુ તેનાથી હાર્ટ એટેક પણ આવી શકે છે. શિયાળામાં ઠંડા પાણીથી નહાવાથી હાર્ટ એટેક આવી શકે છે. તેની પાછળના મુખ્ય કારણો શું છે ચાલો જાણીએ.
આ પણ વાંચો : આ મુસ્લિમ દેશોએ પણ જોયો મહાકુંભનો ક્રેઝ, પાકિસ્તાન ગુગલ પર શું સર્ચ કરે છે?
શિયાળામાં શા માટે જોખમ વધારે રહે છે?
શિયાળામાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. જેઓ પહેલાથી જ હાર્ટના દર્દી છે તેમના માટે જોખમ વધુ છે પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સ જર્નલ અનુસાર જો કોઈ વ્યક્તિને પહેલાથી જ હૃદયની સમસ્યા હોય તો ઠંડા હવામાનમાં તેના હૃદયરોગના હુમલાનું જોખમ 31 ટકા વધી જાય છે. આવી સ્થિતિમાં વિશેષ કાળજી લેવાની જરૂર પડે છે તેવામાં ઠંડા પાણીથી સ્નાન કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.
ઠંડા પાણીથી ન્હાવાનું હૃદય માટે જોખમી છે?
હેલ્થ નિષ્ણાતનું કહેવું છે કે ઠંડુ પાણી સેફ છે, તેનાથી સ્નાન કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને શરીર એક્ટિવ બને છે, પરંતુ આ પ્રયોગ કોઈને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સમસ્યા હોય અથવા તેને ક્યારેય બ્રેઈન સ્ટ્રોક કે હાર્ટ એટેક આવ્યો હોય તો તેના માટે ઠંડા પાણીથી સ્નાન કરવું જોખમી બની શકે છે, તેનાથી હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોક થઈ શકે છે.
ઠંડા પાણીથી બીપીમાં વધારો થઈ શકે
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઠંડું પાણી અચાનક બ્લડ પ્રેશર વધારી શકે છે, જે લોહીનો પ્રવાહ ઘટાડે છે . જે બ્રેઈન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું કારણ બની શકે છે. તેથી શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાની ભૂલ ન કરવી જોઈએ.