ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

ગેમ રમવી અને ગેમ કરવી – બંનેમાં ફરક શું?

  • એકમાં પાસાં નાખવાની રીત અને બીજામાં પતાવી નાખવાની વાત… ગુજરાતમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે. હવે?
  • એ સ્કૂટીની ડિકીમાં ફોન રાખશે અથવા સ્કૂલ સ્ટાફ સાથે ગોઠવણ કરશે…. સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ સ્કૂલ.. તો સ્માર્ટ શિક્ષક ક્યારે?
  • સ્માર્ટ પ્રિન્સિપલ આવશે ત્યારે… પરીક્ષામાં ઉપર ચઢાવે અને મા-બાપ માથે ચઢાવે.. ફાયદો શેમાં વધુ?
  • બાબાભાઈને બંન્નેમાં ફાયદો જ છે…. પુત્રનાં લક્ષણ પારણાંમાં, વહુનાં લક્ષણ બારણાંમાં.. તો, બોસનાં લખ્ખણ?
  • લેડી સેક્રેટરી ‘ઓવર ટાઈમ’ માગે અને પુરુષ કર્મચારી પ્રમોશન માગે ત્યારે… સ્વયંવર પ્રથા ફરી શરૂ થાય તો?
  • મેરેજ બ્યૂરોએ નવેસરથી એમનો ધંધો માંડવો પડે.. વન નેશન વન ઈલેકશન આવશે તો?
  • એક જ મતમાં ફેંસલો… પુષ્પા ઈમ્પોસિબલ હોય તો પોસિબલ શું?
  • પત્ની – પોત્તાની…. વાંદરાને નિસરણી ના અપાય તો શું અપાય?
  • ચકડોળ… ઉપર-નીચે ફર્યા કરે. કોઈને પજવે તો નહીં! ગુજરાતમાં દારૂબંધી છે. એ સત્ય છે – અર્ધ સત્ય છે કે પછી?
  • પીધા પછી સરકારી જાહેરાતના સમ ખાઈને કહું છું: દારૂબંધી છે! બૂરી નજરવાળાનું મ્હોં કાળું, પણ એ વ્યક્તિ કાળી હોય તો?
  • સિમ્પલ એનું મ્હોં ધોળું! વ્હાઈટ – બ્લેકના પૈસાની ખબર કેવી રીતે પડે?
  • કોઈ પણ કંપનીના કર્મચારીને પૂછી લેજો… રોજિંદા જીવનમાં રોબોટ આવ્યા પછી શું થશે?
  • રોબોટ પછી એમને ઓપરેટ કરનારા માણસોને શોધશે.. દુનિયાની સૌથી ચિંતાતુર વ્યક્તિ કોણ હશે?
  • જેની કાળી વિગનાય વાળ સફેદ થયા હોય એ..!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button