સુંદરતાનું આકર્ષણ…. થોડી હકીકત તો થોડા ફસાના
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
સૌંદર્યનું આકર્ષણ ખાલી માનવજાતમાં જ નથી, પશુ -પંખી બધે જ છે. એક ઢેલ સામે ત્રણ ચાર મોર નાચતા હોય તો ઢેલ કોને પસંદ કરશે?
ફ્રાન્સમાં અભ્યાસ થયો કે જે મોરના પીંછામાં આંખનો રંગ વધુ ગાઢ હશે એ તરફ ઢેલ આકર્ષિત થશે. ઇન શોર્ટ, દરેક પાસે પોતાના ક્રાયટેરિયા-માપદંડ હોય છે. ક્યારેક આકર્ષિત થવા માટે ગુનાહિત ભાવના જાગ્રત થાય તો પોતાની જાતને પૂછવું કે શા માટે આકર્ષણ થયું? સામેની વ્યક્તિની વાતો ગમે કે સ્ટાઇલ પસંદ પડી કે પછી હાસ્ય પસંદ પડ્યું…?
બાકી સુંદરતાના આકર્ષણ માટે જે આદર્શ વાતો થતી હોય છે એમાં વ્યાવહારિક રીતે ખાસ દમ હોતો નથી. નહીં તો માસ્ક પહેરેલી સ્ત્રીની સુંદરતા કેવી રીતે આકર્ષક લાગતી હોય? જયારે સિલેબસ કે આપણી સમજણ બહારના સવાલ ઉદભવે તો જવાબ શોધવાના પ્રયાસ કરવા જોઈએ. માસ્ક પહેરેલી સ્ત્રીની આંખો આકર્ષિત કરતી હોય છે. એક અભ્યાસ મુજબ સ્ત્રીની બે આંખના કેન્દ્ર વચ્ચેના અંતરમાં સુંદરતા શોધવામાં આવે છે. આંખોના કેન્દ્ર વચ્ચેનું અંતર ઓછું હોય ત્યારે બંને આંખો માણી શકાય છે. આંખોના ઓછા અંતરવાળી સ્ત્રી આકર્ષક લાગતી હોય છે, એમાં ગાઢ કલર પણ ભાગ ભજવતો હોય છે. હા, માસ્ક ન હોય તો સનગ્લાસ ચહેરાને વધુ આકર્ષિત કરે છે. જો કે આકર્ષણ માત્ર સુંદરતા તરફ જ નથી હોતું, ઘણીવાર સરેરાશ ચહેરા માટે પણ આકર્ષણ થતું હોય છે. સિમ્પલ, મગજને સરેરાશ ચહેરા જોવામાં વધારે શ્રમ કરવો પડતો નથી કે કોઈ ચહેરા સાથે મેચ કરવો પડતો નથી.
આ પણ વાંચો : ચહેરા મોહરા -પ્રકરણ: 7
મનોવિજ્ઞાન એવું માને છે કે વધારે સુંદરતામાં ય મજા નથી. વધુ આકર્ષક ચહેરા ધરાવનારા ગુનેગારો પર પોલીસ અને જજની વધારે કડક નજર રહેતી હોય છે. સરેરાશ ચહેરાવાળા કરતાં સુંદર લોકોને વધારે સજા થવાની સંભાવના રહે છે. સામા પક્ષે એ પણ હકીકત છે કે