મનોરંજન

Rekha-Amitabh Bachchan ના અફેયરને લઈને આ શું બોલ્યા Jaya Bachchan?

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નજર કરશો તો અનેક એવી અધૂરી લવસ્ટોરી, અફેયર્સના કિસ્સા જોવા કે સાંભળવા મળે છે. આવા જ ખૂબ જ ચર્ચાયેલા કિસ્સામાંથી એક એટલે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રેખા (Rekha)ની લવસ્ટોરી. વર્ષો બાદ આજે પણ ફેન્સ બંનેની લવ સ્ટોરીને લઈને ખૂબ જ ઉત્સુક હોય છે. વર્ષો બાદ જયા બચ્ચન (Jaya Bachchan) એ પણ રેખા અને અમિતાભના અફેયરને લઈને એવી ટિપ્પણી કરી છે કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો, આવો જોઈએ એવું તે શું કહ્યું જયા બચ્ચને-

આ પણ વાંચો : Viral Video: Agastya Nandaને જોતા જ Rekhaએ કર્યું કંઈ એવું કે લોકોને યાદ આવી ગઈ Jaya Bachchanની….

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નને પાંચ દાયકા કરતાં પણ વધારે સમય થઈ ગયો છે, પરંતુ રેખા સાથેના બિગ બીની અફેયરની ચર્ચા તો આજે પણ થાય છે. એક તરફ જ્યાં સિમી ગરેવાલના શો પર તેમ જ વિવિધ કાર્યક્રમોમાં રેખાએ અમિતાભ બચ્ચન માટેની પોતાની ફિલિંગ્સને ખુલ્લે આમ જાહેર કરી ચૂકી છે તો બિગ બી રેખા સાથેના પોતાના સંબંધને નકારતા રહે છે.

જયા બચ્ચને આપેલા એક ઈન્ટરવ્યુમાં રેખા અને અમિતાભ બચ્ચનના કથિત અફેયર વિશે વાત કરી હતી અને જયા બચ્ચને જે જવાબ આપ્યો હતો એ લોકોને આજે પણ યાદ છે. જયાએ જણાવ્યું હતું કે જો કોઈ અફેયર હોત તો એ લોકો કોઈ બીજી જગ્યાએ હોત ને? લોકોએ એને (રેખા-અમિતાભ)ને સ્ક્રીન પર એક જોડી તરીકે પસંદ કર્યા અને એમાં કંઈ ખોટું નથી. મીડિયાએ દરેક હીરોઈન સાથે બિગ બીનું નામ જોડવાનો પ્રયાસ કર્યો અને જો મેં આ બધી વાતોને સિરીયસલી લીધી હોત તો મારું જીવન નરક બની ગયું હોત.

જ્યારે જયા બચ્ચનને પૂછવામાં આવ્યું કે શું રેખા અને અમિતાભ બચ્ચનને સાથે કામ કરે એમાં તમને વાંધો છે તો એના જવાબમાં જયાએ કહ્યું હતું કે મને શું કામ વાંધો હોય? પણ બંને જણ સાથે કામ કરશે તો કામથી વધારે બીજી બધી વાતોથી સનસની મચી જશે. અફસોસની વાત છે કે હવે રેખા અને બિગ બીને લોકો સાથે જોઈ નહીં શકે. બંનેને ખુદ એ વાતનો અહેસાસ છે કે તેમના સાથે કામ કરવાથી વાત વધારે આગળ વધી જશે.

લગ્નજીવન આટલું લાંબુ કઈ રીતે ચાલ્યું તો તેમણે જણાવ્યું હતું કે મેં એમને એકલા છોડી દીધા હતા. મેં એક સારા માણસ અને કમિટમેન્ટમાં વિશ્વાસ રાખનારા માણસ સાથે લગ્ન કર્યા છે.

આ પણ વાંચો : જ્યારે આ કારણે Jaya Bachchanએ Rekhaને મારી દીધો લાફો, આવું હતું બિગ બીનું રિએક્શન…

અત્રે ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન હંમેશાથી જ તેમના આખા બોલા સ્વભાવ અને ચિડિયા સ્વભાવને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતાં હોય છે. રેખા અને જયા બચ્ચન ક્યારેય એક સાથે જોવા નથી મળતા એ વાત જ તેમની વચ્ચેના અણબનાવની સાબિતી આપે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button