નેશનલ

100 રૂપિયાની નોટને લઈને RBI એ આપી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

ભારતીય ચલણમાં જાત જાતની નોટ્સ અને ચલણી સિક્કાઓ છે. સોશિયલ મીડિયા પર આ ચલણી નોટ અને ચલણી સિક્કાઓને લઈને કંઈક ને કંઈક માહિતી સામે આવતી હોય છે. હવે આવી જ એક માહિતી સામે આવી રહી છે 100 રૂપિયાની ચલણી નોટ્સને લઈને.

આ પણ વાંચો : દેશના અર્થતંત્રમાં ધીમી વૃદ્ધિને સપોર્ટ કરવા CII એ RBI ને કહી આ વાત

દરરોજની લેવડ-દેવડમાં મોટાભાગે 100 રૂપિયાની નોટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દેશમાં અનેક વિસ્તારોમાં 100 રૂપિયાની નકલી ચલણી નોટ પણ બજારમાં પરી રહી છે. આરબીઆઈએ હાલમાં 100 રૂપિયાની નકલી નોટના વધી રહેલાં ચલણ બાબતે એક મહત્ત્વની ચેતવણી ઉચ્ચારી છે, જે જાણી લેવું તમારા માટે ફાયદાનો સાબિત થશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ નિર્દેશોની મદદથી નાગરિકો ખૂબ જ સરળતાથી અસલી અને નકલી 100 રૂપિયાની નોટ વચ્ચેનો તફાવત જાણી શકશો. આવો જોઈએ કઈ રીતે તમે જાતે જ 100 રૂપિયાની સાચી અને ખોટી નોટ વચ્ચેનો તફાવત જાણી શકો છો-

⦁ 100 રૂપિયાની અસલી નોટમાં વોટરમાર્ક પાસે વર્ટિકલ બેન્ડ પર એક ફ્લોરલ ડિઝાઈન બનાવવામાં આવી છ અને વોટરમાર્ક એરિયામાં 100 નંબરની સાથે મહાત્મા ગાંધીનો ફોટો પણ જોવા મળે છે.

⦁ 100 રૂપિયાની સાચી નોટમાં સુરક્ષાના દોરા પર ભારત અને RBI શબ્દો લખવામાં આવ્યા છે, જે અલગ અલગ એંગલથી જોવામાં આવે તો બ્લ્યુ અને લીલા રંગમાં બદલાતા રહે છે.

⦁ 100 રૂપિયાની અસલી નોટમાં વર્ટિકલ બેન્ડ અને ગાંધીજીના ફોટો વચ્ચેની જગ્યામાં RBI અને 100 રૂપિયા લખેલું છે.
આ ત્રણ પદ્ધતિથી તમે ખૂબ જ સરળતાથી અસલી અને નકલી 100 રૂપિયાની ચલણી નોટ વચ્ચેનો તફાવત પારખી શકો છો. તમારી જાણ માટે કે બજારમાં મોટી સંખ્યામાં 100 રૂપિયાની નોટ ફરી રહી છે. આવી પરિસ્થિતિમાં તમારા માટે 100 રૂપિયાની સાચી અને બનાવટી નોટ વચ્ચેનો તફાવત જાણી લેવું ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે.

આ પણ વાંચો : આ ચલણી નોટને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

બનાવટી 500 રૂપિયાની નોટનો ફોટો પણ થઈ રહ્યો છે વાઈરલ…

છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર 500 રૂપિયાની બનાવટી નોટનો ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં 500 રૂપિયાની નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં રિઝર્વનો સ્પેલિંગ ખોટો હોવાનું જોવા મળી રહ્યું છે, બાકી આખેઆખી નોટ એકદમ સેમ ટુ સેમ છે. જોકે, આ બાબતે આરબીઆઈ દ્વારા આ બાબતે હજી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે ન તો આવી કોઈ નોટ વિશેની જાણકારી કોઈ ઓફિશિયલ સાઈટ્સ પર જોવા મળી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button