ઇમ્ફાલ: મણિપુરની હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર પર વિરોધપક્ષો નિશાન સાધી રહ્યા છે ત્યારે તાજેતરમાં મણિપુરના મુખ્ય પ્રધાને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે મોટું નિવેદન આપ્યું હતું. મણિપુરના મુખ્ય પ્રધાન બિરેન સિંહે દાવો કર્યો હતો કે જો કેન્દ્રમાં ભાજપ ના હો તો મણિપુર તૂટી ગયું હોત. કોંગ્રેસના નેતાઓ દાવો કરે છે જેમ કે સરહદ પર કંઈ થતું નથી. વધતી જનસંખ્યાના અંસુતલન અંગે વાકેફ નથી.
આ પણ વાંચો : ‘પાકિસ્તાન શરણાગતિ’ની તસવીર હટાવવા મુદ્દે બોલ્યા સેના પ્રમુખ; કહ્યું નવી પેઇન્ટિંગમાં કર્મ ક્ષેત્ર
મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે કોંગ્રેસ પક્ષ અને તેના સાંસદો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સંસદમાં રાજ્યના મુદ્દાઓ ન ઉઠાવવા માટે કોંગ્રેસના સાંસદો પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યના લોકોએ લોકસભાની ચૂંટણીમાં ભાવનાત્મક રીતે કોંગ્રેસને મત આપ્યો હતો, પરંતુ પાર્ટીના સાંસદો સંસદમાં મણિપુરના મુખ્ય મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે.
તો મણિપુર તૂટી જશે…
મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે ઇમ્ફાલમાં એક પાર્ટી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પક્ષ અને તેના સાંસદો પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે જો કેન્દ્રમાં ભાજપ નહીં હોય તો મણિપુર તૂટી જશે. બિરેન સિંહે કહ્યું કે મણિપુરના લોકોએ લોકસભા ચૂંટણીમાં અચાનક ભાવનાત્મક આવેશમાં કોંગ્રેસ તરફ મતદાન કર્યું હતું પરંતુ તેના બે સાંસદો રાજ્યના મુખ્ય મુદ્દાઓ સંસદમાં ઉઠાવી રહ્યા નથી. તેમણે મણિપુરમાં ત્રણ મુખ્ય સમુદાયોને પ્રાદેશિક સ્વાયત્તતા આપવાના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના સૂચન પર કોંગ્રેસના મૌનની પણ ટીકા કરી હતી.
કેવી રીતે ચૂંટણી જીત્યા?
મુખ્ય પ્રધાને એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું હતું કે લોકોએ અચાનક ભાવનાત્મક આવેશમાં આવીને કોંગ્રેસને મત આપ્યો હતો. પરંતુ બંને સાંસદોએ સરહદ પર તાર, એફએમઆર અને ગેરકાયદે સ્થળાંતર કરનારાઓની ઓળખ અંગે એક પણ શબ્દ બોલ્યા? તો પછી તે કેવી રીતે ચૂંટણી જીત્યા? હું મણિપુરના લોકોને પૂછવા માંગુ છું કે તેમને મત કેમ આપવામાં આવ્યા, તેઓ હવે શું કરી રહ્યા છે?
આ પણ વાંચો : Indian Army Day: આપણે આખું વર્ષ જેમના લીધે સુરક્ષિત રહીએ છીએ તેમને સલામ કરવાનો દિવસઃ જાણો વિગતવાર
પી. ચિદમ્બરમની પોસ્ટનો મુદ્દો
તેમણે કહ્યું કે સાંસદોએ ગૃહમાં મુખ્ય મુદ્દાઓ પર બોલવું જોઈએ, પરંતુ કોંગ્રેસના બંને સાંસદોએ સંસદમાં કયા મુદ્દાઓ ઉઠાવ્યા છે? તાજેતરમાં નાતાલ પર ચિદમ્બરમની પોસ્ટ પર કોંગ્રેસ પર પ્રહાર કરતા મુખ્ય પ્રધાને કહ્યું કે તેમની પાર્ટીએ ક્યારેય આ મુદ્દા પર કોઈ સ્પષ્ટતા આપી નથી. મુખ્ય પ્રધાને કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ‘તેમના સમયમાં જ બહારના લોકોએ ‘સસ્પેન્શન ઓફ ઓપરેશન’ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.