કહો ના પ્યાર હૈ…સાથે જોડાયેલી છે રોશન પરિવાર સાથે થેયલી આ ભયાનક ઘટના…
આજકાલ રોશન પરિવાર બે કારણોસર ચર્ચામાં છે. એક તો રોશન પરિવાર પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે તેને લીધે અને બીજું રીતિક રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈની રી-રિલિઝને લીધે. વર્ષ 2000માં રાકેશ રોશને પુત્ર રીતિકને લૉંચ કર્યો અને રીતિક અને અમિષા પટેલની જોડીવાળી ફિલ્મ કહો ના પ્યાર હૈ સુપરહીટ થઈ. રીતિક રોશન જેટલી હીટ ડેબ્યુ ફિલ્મ અત્યાર સુધી કોઈ હીરોએ આપી નથી. જોકે આ ફિલ્મ સાથે રોશન પરિવાર અને બોલીવૂડની માત્ર સુખદ નહીં પણ એક ભયાનક યાદ પણ જોડાયેલી છે.
આ પણ વાંચો : WATCH: આ સ્ટાર કિડના ડેબ્યુ ફિલ્મના પહેલાં ગીતને 10 દિવસમાં મળ્યા 34 મિલિયનથી વધુ વ્યૂ…
રોશન પિતા-પુત્રએ સુપરહીટ ફિલ્મ આપી પછી બોલીવૂડમાં તેમનો દબદબો વધી ગયો હતો. દરેક નિર્મતા રીતિક સાથે ફિલ્મ કરવા માગતા હતા, જેમાં અંડરવર્લ્ડ પણ સામેલ હતું. બોલીવૂડ અને અંડરવર્લ્ડનો નાતો સૌ કોઈ જાણે છે. રાકેશ રોશનના કહેવા પ્રમાણે એક દિવસ તેઓ ઓફિસથી નીકળતા ત્યારે કાર બેસવા ગયા અને તેમને બે ગોળી વાગી. આવી સ્થિતિમાં તેમણે કાર ડ્રાઈવ કરી અને હૉસ્પિટલે પહોંચ્યા. આ ગોળી અન્ડરવર્લ્ડના ગુંડાએ જ મારી હતી. આનું કારણ રીતિક રોશન હતો. અન્ડરવર્લ્ડના ફાયનાન્સરોએ રીતિકને તેમની ફિલ્મમાં કામ કરવા દબાણ કર્યું હતું, પરંતુ રાકેશ રોશન એકના બે ન થયા અને કોઈની ધમકી સામે નમતું જોખ્યું નહીં. આ કારણે તેમને ડરાવવા તેમના પર હુમલો થયો હતો, તેમ તેમણે તાજેતરમાં એક ઈન્ટવ્યુમાં કહ્યું હતું.