Meta એ આખરે માફી માંગી, માર્ક ઝુકબર્ગને ભારતીય ચૂંટણી વિશે ટિપ્પણી કરવાનું મોંઘું પડ્યું
નવી દિલ્હી: 2024ની ચૂંટણીને અંગે મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગની ટિપ્પણી પર ભારે વિવાદ થયો હતો. ઝુકરબર્ગની ટિપ્પણી પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રોકડું પરખાવતા કહ્યું હતું કે, માર્ક ઝુકરબર્ગ પોતે જ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ નિરાશાજનક છે અને તેમણે તથ્યો અને વિશ્વનિયતાને જાળવવી જોઇએ. જો કે હવે અંતે આ મામલે મેટાએ માફી માંગી છે.
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ તેના માલિક માર્ક ઝુકરબર્ગના નિવેદન પર ભારતની માફી માંગી છે. Metaના પબ્લિક પોલિસીના વાઇસ પ્રેસિડેન્ટ શિવંત ઠુકરાલે લખ્યું, ‘માનનીય મંત્રી અશ્વિની વૈષ્ણવ. માર્કની આ ટિપ્પણી એ મોટાભાગની સરકારો માટે હતી જે 2024ની સામાન્ય ચૂંટણીમાં પડી ગઈ હતી. જે ઘણા દેશો માટે સાચી ઠરી હતી પણ ભારતના સંદર્ભે ખોટી હતી. આ ભૂલ માટે અમે માફી માંગીએ છીએ. મેટા માટે ભારત ખૂબ જ મહત્વપૂર્ણ દેશ રહ્યો છે. અમે અહીં અમારું ભવિષ્ય જોઈ રહ્યા છીએ.
Also read:Zuckerberg Vs Ashwini Vaishnav: ચૂંટણી અંગે ઝુકરબર્ગને રેલવે મંત્રીએ રોકડું પરખાવ્યું
ઝુકરબર્ગે શું કરી હતી ટિપ્પણી?
એક પોડકાસ્ટમાં વાત કરતાં ઝુકરબર્ગે કહ્યું હતું કે કે 2024નું વર્ષ દુનિયામાં ચૂંટણીનું વર્ષ હતું. ભારત જેવા ઘણા દેશોમાં ચૂંટણીઓ યોજાઈ અને વર્તમાન સરકારો પડી ગઈ. વૈશ્વિક સ્તરે કોઈ મુખ્ય કારણ હતું, પછી ભલે તે ફુગાવો હોય કે આર્થિક કટોકટી. સરકારોએ કોવિડ સામે જે રીતે લડત આપી તેની પણ મોટી અસર પડી. તેમણે દાવો કર્યો કે લોકશાહી સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ પણ ઘટી ગયો છે.
ઝુકરબર્ગનો દાવો ખોટો: અશ્વિની વૈષ્ણવ
માર્ક ઝુકરબર્ગબુ આ ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રતિક્રિયા આપી છે. અશ્વિની વૈષ્ણવે X પર લખ્યું, “વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકે, ભારતે 640 મિલિયનથી વધુ મતદારો સાથે 2024 ની લોકસભા ચૂંટણી યોજી હતી. ભારતના લોકોએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના NDA પર પોતાનો વિશ્વાસ ફરીથી વ્યક્ત કર્યો. ઝુકરબર્ગનો દાવો કે 2024 ની ચૂંટણીઓમાં ભારત સહિત મોટાભાગની વર્તમાન સરકારો કોવિડ પછી હારી ગઈ, તે હકીકતમાં ખોટો છે.