ઉત્તરાયણ બાદ માંડવીને ‘દોરા મુક્ત’ કરવાની પહેલ; દોરાની ગૂંચ આપનારને મળે છે ઈનામ!
ભુજ: ઉતરાયણ પર્વ દરમ્યાન ઠેર-ઠેર લટકતી રહેતી પતંગની ધારદાર દોરના સંપર્કમાં આવી જવાના કારણે અનેક જીવલેણ દુર્ઘટનાઓ બનતી રહે છે ત્યારે કચ્છના માંડવીમાં સ્થિત સાઇકલ ક્લબના સભ્યો દ્વારા કપાયેલા પતંગના દોરાની ગૂંચ આપનારને ઇનામ ભેટમાં આપવાની જાહેરાત કરાતાં માત્ર પાંચ કલાકના સમયગાળામાં 700થી વધુ ગૂંચ એકઠી થઇ જતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.
છેલ્લા ચાર વર્ષથી દોરની ગૂંચ આપનારને ભેટ છેલ્લા ચાર વર્ષથી દોરની ગૂંચ આપનારાને બ્રાન્ડેડ ઇયરફોન ભેટ આપવાની પહેલની આ વર્ષે પણ વ્યાપક અસર થતા જુની ટોપરાણી પાઠ શાળાના મેદાનમાં આવી ગૂંચના ઢગલાને પતંગ રસિયાઓએ જમા કરાવી શહેરને લટકતા દોરામાંથી મુક્ત કર્યું હતું અને સાઇકલ ક્લ્બ સંસ્થા દ્વારા ચાલતા જીવદયાના અનોખા ભગીરથ કાર્યમાં સહયોગી બન્યા હતા.
Also read: ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ
મકરસંક્રાંતિના પર્વ દરમ્યાન પતંગના ધારદાર દોરાથી ઘાયલ થયેલા સેંકડો પક્ષીઓને કરૂણા અભિયાન અંતર્ગત સારવાર આપવામાં આવી હતી. દરમ્યાન, શહેરમાંથી ભેગા કરવામાં આવેલા ઢગલામાં પ્રતિબંધિત ચાઇનીઝ અને પ્લાસ્ટીક દોરા જોવા મળતા જવાબદાર તંત્ર બેદરકાર રહ્યાં હોવાનો આક્ષેપ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો.